Food How To Make tasty Fried Modak For lord ganesha Ganesh chaturthi 2019
  • Home
  • Featured
  • માત્ર 20 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ મોદક અને ધરાવો ગણેશજીને ભોગ

માત્ર 20 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ મોદક અને ધરાવો ગણેશજીને ભોગ

 | 9:36 am IST

મોદક ભગવાન ગણશનો ફેવરિટ ભોગ છે. મોદક અનેક વસ્તુઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. જેમ કે ચોખાના લોટના મોદક, મલાઇ મોદક, ડ્રાયફ્રૂટ્સ મોદક… આજે અમે તમને  કેવી રીતે તળીને મોદક બનાવાય તેની રેસીપી જણાવીશું, તો આવો જોઇએ ગજાનન ગણપતિ માટે કેવી રીતે સ્વાદિષ્ટ મોદક બનાવી શકાય..

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં થોડૂંક દૂધ લો અને તેમા કેસર ઉમેરીને 15 મિનિટ સુધી પલાળી રાખો. હવે એક વાસણમાં મેંદો લો તેમા સોજી અને કેસર વાળુ દૂઘ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા મીઠુ અને પાણી ઉમેરીને લોટ ગૂંથી લો. તે બાદ એક પેનમાં ખાંડની ચાસણી, નારિયેળ બુરૂ, અને ઇલાયચી પાવડર મિક્સ કરી લો અને તેને ધીમી આંચ પર શેકી લો. હવે આ મિશ્રણમાં ઘી મિક્સ કરીને બે મિનિટ શેકો તે બાદ ગેસ બંધ કરી લો.

હવે એક પેનમાં તેલ ગરમ કરી લો તે બાદ તૈયાર લોટની પુરી બનાવો અને તેમા તૈયાર મિશ્રણ ભરી પોટલી જેવુ વાળી લો. આ રીતે બધા મોદક તૈયાર કરી લો. તેલ ગરમ થાય એટલે તેમા મોદક તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મોદક….

આ પણ જુઓ: બોટાદના રાણપુર ગામે ભાદર નદીમાં પૂર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન