Food How To make tasty garlic pickle Recipe gujarati rasoi
  • Home
  • Featured
  • લસણનું અથાણું બનાવવું એકદમ સહેલું, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો

લસણનું અથાણું બનાવવું એકદમ સહેલું, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો

 | 11:18 am IST

ભોજનનો સ્વાદ વધાર માટે લોકો ખાવાનામાં લસણ ઉમેરે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટી ફંગલ તત્વ રહેલા છે. લસણને શાકના મસાલામાં પીસીને, વઘાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આજે આપણે લસણનું અથાણું બનાવીશું. લસણની તાસીર ગરમ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લસણનું અથાણું..

બનાવવાની રીત

સૌ પ્રથમ તેલને ગરમ કરીને રાખો. હવે લસણની કળીને ધોઇને તડકામાં સૂકવી દો. એક મોટા વાસણમાં લસણ, હળદર અને મીઠું ઉમેરી એક કાચની બરણીમાં ભરીને તડકામાં મૂકી દો. 5-7 દિવસ પછી કાચની બરણીમાં લાલ મરચું, મેથી દાણા પાઉડર, વરિયાળી પાઉડ, શેકેલા જીરાનો પાઉડર, રાઇ, હીંગ અને વિનેગર ઉમેરી બરાબર મિકસ કરી લો. તેમા સરસોનું તેલ ઉમેરો. આ બરણીને તમે 15 દિવસ સુધી ઢાંકણ બંધ કરીને રાખી દો. જેથી લસણમાં દરેક મસાલા અને વિનેગર બરાબર ચઢી જાય. તૈયાર છે સ્વાદિષ્ટ લસણનું અથાણું.. લસણના અથાણાને બનાવીને તમે તેને જેટલા દિવસ વધારે રાખી મૂકશો તો તેનો સ્વાદ બમણો થશે.

આ પણ જુઓ : આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન