How To Make Gujarati Soya Khaman Dhokla Recipe
  • Home
  • Featured
  • સોયા ખમણને આપો ગુજરાતી ટ્વિસ્ટ, બે હાથે ખાશે ઘરના લોકો

સોયા ખમણને આપો ગુજરાતી ટ્વિસ્ટ, બે હાથે ખાશે ઘરના લોકો

 | 4:08 pm IST

ગુજરાતમાં નાસ્તામાં ખમણ ન હોય એવું બની જ ન શકે, ઢોકળા, ખમણ પારંપારિક રીતે ગુજરાતી ડિશ છે. તો ગુજરાતી લોકો ખવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતીઓ ખાવાનામાં અલગ-અલગ ટ્વિસ્ટ ઉમેરીને વાનગીઓને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. તો તમે અત્યાર સુધી ચણાની દાળ, સોજી ના ઢોકળા ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય સોયાના ખમણ ટ્રાય કર્યા છે. જો તો હમણા જ નોંધી લો આ ટેસ્ટી રેસિપી..

સામગ્રી

1/2 કપ – સોયાનો લોટ
1 કપ – ચણાનો લોટ
1/2 ચમચી – સોજી
1 ચમચી – આદુ-મરચાની પેસ્ટ
1 ચમચી – ખાંડ
1 ચમચી – લીંબુનો રસ
1/2 ચમચી – તલ
1/2 ચમચી – રાઇ
1 ચપટી – હીંગ
સ્વાદાનુસાર – મીઠુ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં સોયાનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી લો. હવે તેમા સોજી, ખાંડ, લીંબુનો રસ, આદુ અને મરચાની પેસ્ટ, મીઠુ તેમજ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરૂ બનાવી લો. ધ્યાન રહે કે તેમા ગાંઠ ન પડે મિશ્રણને તમે 2-3 કલાક સુધી ઢાંકીને રાખો. હવે તેને ઢોકળાના સંચામાં તેલ લગાવીને તેમા તૈયાર ખીરૂ ઉમેરી લો. તેનું ઢાંકણ બંધ કરીને રાખી દો અને ધીમી આંચ રાખો. તો બીજી બાજુ એખ પેનમાં વધાર માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા તલ, રાઇ, લીલા મરચા અને હીંગ ઉમેરી લો. આ વસ્તુઓ તતડે એટલે તેમા અડધો ગ્લાસ પાણી, ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને ઉભરો આવે ત્યાં સુધી ગેસની આંચ પર રાખો. હવે ખમણને બહાર નીકીળીને તેને સરખા ટૂકડા કરી લો. તેની ઉપર આ તૈયાર વઘાર ઉમેરી લો તેને 15 મિનિટ સુધી રાખી મૂકો. તૈયાર છે સોયા ખમણ… તેને સર્વિંગ પ્લેટમાં નીકાળીને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.