food How To Make tasty kathiyawadi Tikhari Gujarati Recipe
  • Home
  • Featured
  • કાઠિયાવાડી તિખારી બની જશે ઝટપટ, મસાલાથી છે ભરપૂર

કાઠિયાવાડી તિખારી બની જશે ઝટપટ, મસાલાથી છે ભરપૂર

 | 12:12 pm IST

ગુજરાતીઓ ટેસ્ટી ખાવાના ખૂબ શોખીન હોય છે એમા પણ જો કાઠિયાવાડી વાનગી એકદમ અલગ જ હોય છે તો આજે અમે તમારા માટે એક કાઠિયાવાડી વાનગી લઇને આવ્યા છીએ જે ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાઠિયાવાડી તિખારી…

સામગ્રી

1 કપ – દહી
1 કપ -બારીક સમારેલી ડુંગળી
1 કપ – બારીક સમારેલા ટમેટા
3-4 નંગ – લસણની કળી
2 ચમચી – લાલ મરચું
3 ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
2 ચમચી – ધાણાજીરૂ
1 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીકત

સૌ પ્રથમ લસણને ખાંડણીમાં અધકચરા જેવુ વાંટી લો અને પછી લાલ મરચું પાવડર નાખી વાટી લો. તે બાદ કઢાઇમાં તેલ મૂકી જીરું નાખી ડુંગળી સાંતળો પછી ટમેટાં સાંતળો. હવે તેમા વાટેલું લસણ અને સુકા મસાલા નાખી સાંતળો. તેલ છુટે એટલે દહી નાંખી એક સરખું મિક્સ કરી લો. હવે એક મિનિટ સુધી હલાવો અને તેને ગરમા ગરમ પીરસો. તૈયાર છે કાઠિયાવાડી તિખારી…

આ પણ જુઓ : PM મોદીએ કરતારપુર કોરીડોરનું કર્યું ઉદઘાટન – પાર્ટ 02

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન