Food How To Make Tasty Kesariya Shahi lassi Recipe
  • Home
  • Featured
  • કેસરીયા શાહી લસ્સી બનાવી ઘરમાં દરેક લોકોને કરી દો ઠંડા

કેસરીયા શાહી લસ્સી બનાવી ઘરમાં દરેક લોકોને કરી દો ઠંડા

 | 8:30 am IST

ગરમીના દિવસોમાં જો કંઇ ઠંડું પીવા માટે મળી જાય તો દરેક લોકો ખુશ થઇ જાય છે.આ ઋતુમાં ખાણીપીણીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. મોટાભાગે લોકો બપોરે ઘરમાંથી બહાર નથી નીકળતા. ગરમીમાં ખાણી પીણીમાં લોકો ઠંડા પીણા, ઇસ્ક્રીમનું સેવન કરતા હોય છે. તો ગરમીમાં કેટલાક લોકો લસ્સીનું સેવન પણ કરે છે તો આજે અમે તમારા માટે લસ્સીની રેસીપી લઇને આવ્યા છીએ. આવો જોઇએ કેવી રીતે બનાવાય કેસર લસ્સી.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં દહીં, પાણી અને ખાંડ બરાબર મિક્સ કરી લો. હવે તેને બ્લેન્ડરમાં ત્યાં સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી દહીં અને દરેક સામગ્રી બરાબર મિક્સ ન થાય. હવે તેમા કેસર, સૂકામેલા, ઇલાયચી પાઉડર મિક્સ કરી બરાબર હલાવો.તૈયાર છે કેસર લસ્સી.. તેની પર કેસર અને સૂકામેવાથી સજાવટ કરો. તેને ફ્રીઝમાં ઠંડી કરી પી શકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન