Food How To make tasty Methi papad sabji Recipe
  • Home
  • Featured
  • મેથી પાપડનું શાક બનાવતા નહીં લાગે વાર, આ રીતે બનાવો મિનિટોમાં

મેથી પાપડનું શાક બનાવતા નહીં લાગે વાર, આ રીતે બનાવો મિનિટોમાં

 | 12:46 pm IST

મેથી પાપડનું શાક એક મારવાડી ટ્રે઼ડિશનલ ડિશ છે. રણમાં જ્યારે શાકની ઉપલબ્ધતા ન હોય ત્યારે એક મુઠ્ઠી મેથીના બીજ અને પાપડની મદદથી આ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. મેથી પાપડનું શાક તમે રાઇસ કે રોટલી સાથે ખાઇ શકો છો. આ શાક ખૂબ સહેલાઇથી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મેથી પાપડનું શાક…

બનાવવાની રીત

પાપડ મેથીનું શાક બનાવવા સૌ પ્રથમ સૂકી મેથીને પલાળીને ઉકાળી લો. એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા સમારેલી લસણ, સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. તે બાદ તેમા સમારેલું ટામેટુ ઉમેરો. હવે ધાણાજીરૂ, મરચું પાઉડર, હળદર પાઉડર અને મીઠું ઉમેરી રહેવા દો. હવે તેમા પાણી ઉમેરી થોડીક વાર ઉકળવા દો. હવે તેમા મેથી મિક્સ કરીને ધીમી આંચ પર આશકે 5થી 6 મિનિટ રહેવા દો. તે બાદ ગેસ બંધ કરી દો. હવે તેમા પાપડ ઉમેરો. તૈયાર છે તમારું મેથી પાપડનું શાક.. આ શાકને તમે રાઇસ કે રોટલી સાથે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન