food How to make tasty pakodi Golgappa recipe at home
  • Home
  • Featured
  • લૉકડાઉનમાં પકોડી ખાવાની ઇચ્છા થઇ છે તો ઘરે આ રીતે બનાવો ફુલેલી પકોડી

લૉકડાઉનમાં પકોડી ખાવાની ઇચ્છા થઇ છે તો ઘરે આ રીતે બનાવો ફુલેલી પકોડી

 | 1:26 pm IST

પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડી ખરેખર લોકો ઘરે તો બનાવે છે પરંતુ તેનો મસાલો ઘરે બનાવે છે પરંતુ પકોડી બહારથી લાવે છે તો આજે અમે તમને ઘરે જ ફુલેલી પકોડી બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી છે અને ઝડપથી બની જાય છે.

– પકોડી સોજી-મેંદો, લોટ કે સોજી કે પછી માત્ર એકલા લોટથી બનાવવામાં આવે છે.

– પકોડી બનાવવા માટે સોજીનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા દાણા વાળી સોજીથી પકોડી બની શકતી નથી.

– સોજી ગૂંથતા સમયે પાણીનો ખૂબ ઓછો ઉપયોગ કરો. એક કપ સોજી લીધી હોય તો માત્ર 4 મોટી ચમચી જ પાણી લો.

– જો પાણીની જરૂરિયાત હોય તો તમે ઉપરથી હળવું પાણી છાંટી શકો છો.

– ધ્યાન રહે કે લોટ ન માત્ર ટાઇટ અને વધારે સોફટ રાખવો, તેને મીડિયમ રાખવો.

– પકોડી તળતા સમયે આંચ ધીમી રાખવી જોઇએ જેથી પકોડી ક્રન્ચી બનળશે.

– લૂઆ કર્યા બાદ તેને વણો ત્યારે સૂકા લોટનો ઉપયોગ બિલકુલ પણ ન કરો. હળવું તેલ લગાવો જેથી લોટ ચિપકી ન જાય.

આ પણ જુઓ : લોકડાઉનના પગલે સુરત ભાજપ પ્રમુખ નિતીન ઠાકર સાથે ખાસવાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન