Food How To make In Rain tasty rajsthani mirchi vada Recipe
  • Home
  • Featured
  • સ્વાદિષ્ટ રાજસ્થાની મિર્ચી વડા બનાવો, વરસાદમાં ખાવાની પડશે મજા

સ્વાદિષ્ટ રાજસ્થાની મિર્ચી વડા બનાવો, વરસાદમાં ખાવાની પડશે મજા

 | 11:14 am IST

વરસાદની શરૂઆત થઇ ગઇ છે અને તેમા જો ગરમા ગરમ અલગ વાનગીઓ ખાવ મળી જાય તો તેની મજા કંઇક અલગ જ હોય છે. એવામાં આજે અમે તમારા માટે મિર્ચી વડાની રેસીપી લઇને આવ્યા છીએ. મિર્ચી વડા રાજસ્થાનની એક પ્રખ્યાત વાનગી છે. મરચામાં બટેટાનું સ્ટફિંગ ભરીને તેને તળવામાં આવે છે. લીલી કોથમીરની ચટણી કે સોસ સાથે ખાવાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે અને વરસાદમાં ખાવાની મજા પડી જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય રાજસ્થાની મિર્ચી વડા…

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં બટેટાને મેશ કરી લો. હવે તેમા લાલ મરચું પાવડર, ગરમ મસાલો, મીઠુ અને આમચૂર પાવડર મિક્સ કરી લો. હવે દરેક મરચાને વચ્ચેથી ચીરો લગાવી લો. ધ્યાન રહે કે તેને આખું કટ ન કરો. હવે મીડિયમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યા સુધી મરચાના બીયા નીકાળી લો અને તેમા બટેટાનું મિશ્રણ ભરી લો.

બીજી બાજુ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠુ અને પાણી ઉમેરીને તેનુ ખીરૂ બનાવી લો. હવે તેલ ગરમ થાય એટલે મરચાને ખીરામાં ડીપ કરીને તેલમાં તળી લો. આછા બ્રાઉન રંગના થાય એટલે નીકાવી લો, તૈયાર છે જયપુરી મિર્ચી વડા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન