Food How To Make Tasty Summer Drink Jaljira Recipe
  • Home
  • Featured
  • જલજીરાનો પાવડર ઘરે જ બનાવો અને ગરમીમાં કરો સેવન

જલજીરાનો પાવડર ઘરે જ બનાવો અને ગરમીમાં કરો સેવન

 | 9:07 am IST

ગરમીથી રાહત મેળવવા માટે લોકો રાતના સમયે ઠંડા પવનમાં ફરવા જાય છે તો કેટલાક લોકો ગરમીમાં અનેક પીણા ટ્રાય કરે છે. તો આજે અમે તમારા માટે જલજીરાનો પાઉડર ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી લઇને આવ્યા છીએ. જલજીરા સ્વાદિષ્ટ રિફ્રેશિંગ ડ્રિન્ક છે. તરસ છીપાવવાની સાથે જ પેટ સંબંધિત બિમારીઓને પણ ઠીક કરે છે. ગરમીમાં તાપમાન વધારે હોય ત્યારે ગરમીથી છૂટકારો અપાવે છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ જલજીરા બનાવવા માટે મિક્સરમાં ફુદીના પાઉડર, શેકેલું જીરૂ, કાળામરી, લીંબુના ફુલ, આદુ પાઉડર, હીંગ, મોટી ઇલાયચી, સંચળ અને મીઠું ઉમેરી લો અને તેને બારીક પીસી લો. મસાલાને બારીક પીસી લીધા પછી તેને ગળણી વડે ગાળી લો. તૈયાર છે જલજીરા પાઉડર. તેને તમે એક એરટાઇટ બરણીમાં ભરીને રાખી શકો છો. ચેમને ઇચ્છા હોય ત્યારે તમે તેને એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી જલજીરા પાઉડર અને આઇસ ક્યૂબ ઉમેરીને મિક્સ કરી લો. તે સિવાય તમે રાયતા તેમજ ફ્રૂટ્સની ઉપર પણ જલજીરા ઉમેરીને ટ્રાય કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન