Food How To Make tasty Sweet Mango Chhundo Recipe
  • Home
  • Featured
  • ગળ્યો છૂંદો બનાવવાની આ છે સહેલામાં સહેલી રીત

ગળ્યો છૂંદો બનાવવાની આ છે સહેલામાં સહેલી રીત

 | 1:33 pm IST

ગુજરાતી લોકોને ભોજનની સાથે અથાણું જોઇએ છે. પરંતુ અત્યાર સુધી ખાટા અથાણાની રેસિપી જોઇએ હશે. આજે અમે તમારા માટે ગુજરાતી લોકોનો ફેવરિટ ગળ્યા છૂંદાની રેસિપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જેને તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે ટ્રાય કરી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય છૂંદો..

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં છીણેલી કેરી, હળદર પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો, તેને એક કલાક રાખી મૂકો. કેરીના મિશ્રણમાંથી પાણી નીકાળી લીધા બાદ તેને એક સાફ મલમલના કપડામાં રાખો. હવે તે કપડાને ફીટ બાંધીને લટકાવી દો જેથી કેરીમાંથી પાણી નીકળી જાય. ત્યાર પછી કેરીની છીણને એક વાસણમાં નીકાળી લો અને તેમા હવે ખાંડ ઉમેરો. કેરીના મિશ્રણને સૂકી અને સાફ ચમચાથી બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી વાસણને એક સાફ અને સૂકા કપડાની મદદથી બાંધીને તેને ઢાંકી દો. આ વાસણને 5થી 10 દિવસ તડકામાં રાખી મૂકો. સાંજ પડતા વાસણને અંદર રાખો અને તેની પરથી કાપડ હટાવી ઢાકણાંથી ઢાંકો. તડકામાં મૂકતી વખતે તેને બરાબર હલાવીને કાપડથી બાંધીને મૂકવું. જ્યારે કેરીના છૂંદામાં ચાસણી ઘટ્ટ અને ચિકણી થઇ જાય એટલે તેમા લાલ મરચું અને શેકેલા જીરાનો પાઉડર મિક્સ કરો. તૈયાર છે ગુજરાતી સ્ટાઇલમાં કેરીનો છૂંદો.. તેને કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન