food How To make tatsy jalebi for uttarayan with undhiyu and til laddu
  • Home
  • Featured
  • ઘરે જ બનાવો જલેબી, ઉંધિયું સાથે ખાવાની પડશે બમણી મજા

ઘરે જ બનાવો જલેબી, ઉંધિયું સાથે ખાવાની પડશે બમણી મજા

 | 12:39 pm IST

ઉતરાયણને આડે હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે લોકો ધાબા પર જઇને પતંગ ચડાવતા હોય છે અને સાથે જ અવનવી વાનગીઓ બનાવે છે. આ દિવસે ઉંધિયું,તલના લાડુંની સાથે જલેબી પણ ખાય છે. જલેબી ગરમી અને ઠંડી બન્ને ઋતુમાં ખવાય છે. આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય જલેબી..

બનાવવાની રીત

મેંદો, ચોખાનો લોટ, બેકિંગ પાઉડર,દહીં અને 3/4 કપ પાણીને એક વાસણમાં બરાબર મિક્સ કરો. મિક્સ કર્યા બાદ બચેલા પાણીને ઉમેરો. હવે તેમા કેસ પાઉડર ઉમેરો. આ મિશ્રણને બરાબર હલાવો. તે બાદ તેને 2 કલાક માટે અલગ રાખો. તેનો ઉપયોગ કરતા પહેલા એક વાર ફરીથી બરાબર હલાવો.હવે ખાંડને પાણીને મિક્સ કરીને ચાસણી તૈયાર કરો અને તેને ગોળાકારના આકારમાં નાની ગોળ બનાવીને તેલમાં તરી લો. જલેબીને ત્યાં સુધી તરો જ્યાં સુધી તેનો રંગ આછો ભૂરો ના થાય અને તે કુરકુરી ન બને. તેલમાં તરી લીધા બાદ કઢાઇથી નીકાળી દો અને કિચન પેપર પર રાખો. તેલ શોષી લે પછી તેને ચાસણીમાં ઉમેરો. 4-5 મિનિટ ચાસણીમાં રહેવા દો. જેથી જલેબીમાં ચાસણી મિક્સ થઇ જાય. હવે જલેબીને ચાસણીમાંથી નીકાળીને ગરમા-ગરમ સર્વ કરો. જલેબી પર તમે પિસ્તા,બદામ, ખાંડનો પાઉડરથી ગાર્નિશ કરી શકો છો.

આ પણ જુઓ : રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન