Food how to make Til laddu Recipe Uttarayan
  • Home
  • Featured
  • તલના લાડુ બજારમાંથી નહીં, આ રીતે બનાવો ઘરે

તલના લાડુ બજારમાંથી નહીં, આ રીતે બનાવો ઘરે

 | 9:11 am IST

શિયાળામાં તલ ખાવા આરોગ્ય માટે ફાયદાકારક છે. તો આજે અમે તમારા માટે તલની રેસીપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને ઉતરાયણ આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે આ દિવસે તલના લાડુ બનાવવામાં આવે છે, તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય તલના લાડું..

સામગ્રી
2 કપ – તલ
1 કપ – ગોળ
2 ચમચી – કાજૂ
2 ચમચી – બદામ
7-2 નાની – એલચી
1/2 બાઉલ – ઘી

બનાવવાની રીત :

સૌથી પહેલા પેનમાં તલને શેકી લો.તલ બ્રાઉન થયા બાદ પછી તેને પ્લેટમાં નિકાળીને ઠંડા થવા દો. ત્યારબાદ ગોળને નાના-નાના ટૂકડામાં કટ કરી લો. હવે પેનમાં ઘી નાખી ગરમ કરી લો અને ગોળ ધીમી આંચ પર નરમ થવા દો.ગોળ નરમ થઇ જાય પછી ગેસ બંધ કરી દો.તે પછી ગોળમાં દરેક સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.ગોળ ઠંડો પડે તે બાદ તેમાં તલને બરાબર મિક્ષ કરી લો. હાથ પર ધી લગાવી તૈયાર મિશ્રણના લાડુ બનાવી લો.ખાસ કરીને ધ્યાન રાખો કે મિશ્રણ ગરમ હોય ત્યાં સુધીમાંજ લાડુ બનાવી લો. તૈયાર છે તલના લાડુ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.