Food How to Make Valsadi Umbadiyu Gujarati Recipe
  • Home
  • Featured
  • વલસાડી ઉંબાડીયું ઘરે બનાવી કરી દો બધાને ખુશ, ખાવાની પડી જશે મજા

વલસાડી ઉંબાડીયું ઘરે બનાવી કરી દો બધાને ખુશ, ખાવાની પડી જશે મજા

 | 11:13 am IST

ઉંબાડીયું એ વલસાડની પ્રખ્યાત વાનગીમાંથી એક છે. ઉંબાડીયુ કઇક અલગ રીતે જ બનાવવામાં આવે છે. જેના માટે જમીનમાં એકાદ ફૂટનો ખોડો ખોદી તેમા છાણા ગોઠવવામાં આવે છે. તેના પર શાકથી ભરેલું માટલું ઊંધું મુકી દેવામાં આવે છે. તે બાદ તેની પર ફરીથી છાણા તેમજ બળતણ પાથરી દેવામાં આવે છે અને 30-40 મિનિટ સુધી તેને પકવવામાં આવે છે. આમ માટલામાં બનાવીને ઉંબાડિયું બનાવવામાં આવે છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઉંબાડીયું..

સામગ્રી

100 ગ્રામ – દાણા વાળી પાપડી
500 ગ્રામ – સુરતી કંદ
1 કિલો – શક્કરિયા
500 ગ્રામ – મિડિયમ સાઇઝના બટેટા
500 ગ્રામ – સૂરણનું શાક
500 ગ્રામ – આદુ,મરચા, લીલી મરચી, કોથમર,ફુદીના, લીલી હળદરની ચટણી
300 ગ્રામ – અજમો
50 ગ્રામ – સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટાની સાઇઝમાં બાકીના શાકને સમારી લેવા. લગભગ દોઢથી બે ઇંચના ટૂકડા કરવા. દરેક શાકમાં કાપા મારીને તેમા ચટણી ભરવી. પાપડીને થોડીક વાર ભીના ટુવાલમાં પોટલી બાંધવી કે જેથી તેમા થોડોક ભેજ રહે. હવે પાપડીમાં પણ ચટણી ભરી લો. દરેક શાક બરાબર ભેળવી લઇને તેમા હથેળીમાં સમાય તેટલું જ તેલ, અજમો અને મીઠું એક સમાન ઉમેરીને મિક્સ કરી લો. હવે એક માટલુ લઇ તેની બહારની સાઇડ ગાર-માટીનું લીપણ કરવું. માટલામાં અંદરના તળીયે કલાર નામની વનસ્પતિ ભરપૂર પ્રમાણમાં પાથરવી, આવનસ્પતિથી ઉંબાડિયામાં ખાસ સુવાસ આવે છે. હવે તમા દરેક શાક ગોઠવી દેવા. શાકમાં ભેજના કારણે બધા શાક બફાઇ જશે. તેમજ તેલ,મીઠુ અને અજમાનું મિશ્રણ શાકમાં ભેજ છોડવામાં મદદરૂપ થાય છે. હવે માટલાને ખાડામાં ઉંધું મુકવું. માટલાની ઉપર પણ સળગાવેલા છાણા ગોઠવી દેવા. તાપ થોડોક મધ્યમ રાખવો. જેથી દાઝી ન જાય આશરે 40 મિનિટમાં ઉંબાડીયું તૈયાર થઇ જશે. તે બાદ માટલાને થોડૂંક ઠંડુ થવા દો. બાદમાં તેમાથી ઉંબાડિયું નીકાળીને ગરમા ગરમ સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.