શાકમાં પનીરને નરમ રાખવા માટે ફોલો કરો આ Tips - Sandesh
  • Home
  • Lifestyle
  • શાકમાં પનીરને નરમ રાખવા માટે ફોલો કરો આ Tips

શાકમાં પનીરને નરમ રાખવા માટે ફોલો કરો આ Tips

 | 6:13 pm IST

પનીરનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ શાકમાં પનીર નરમ રહેતું નથી. તો શાકમાં પનીર સોફ્ટ રાખવા માટે અજમાવો આ ટિપ્સ..


• પનીરને નરમ રાખવા માટે પનીરને તરીને હળદર અને મીઠુ મિક્સ કરીને ગરમ પાણીમાં ઉમેરવાથી પનીર મુલાયમ રહે છે.
• પનીર મસાલ બનાવતા સમયે તેમા થોડૂક પનીર મેશ કરીને મસાલામાં ઉમેરી સાંતળી લો. જેથી ગ્રેવી ગટ્ટ અને સ્વાદિષ્ટ બનશે.
• દૂધમાં એક કપ ક્રીમ ઉમેરી દહીંથી દૂધને ફાડવામાં આવેતો પનીર મુલાયમ આવે છે.
• પનીરને દહીં અને મસાલામાં મૈરિનેડ કરવાથી તેનો સ્વાદ વધી જાય છે અને તે સોફ્ટ રહે છે.
• પનીર બનાવતા સમયે શાકમાં 2-3 ચમચી મલાઇ ઉમેરવાથી પણ તેની સોફ્ટનેસ વધી જશે.
• શાકમાં પનીરને મુલાયમ રાખવા માટે તેને પહેલા ગરમ પાણીમાં ઉમેરી 10-15 મિનિટ સુધી રહેવા દો. તે બાદ પનીરના ટૂકડાને કટ કરીને શાકમાં ઉમેરો.
• જો ટામેટાની ગ્રેવીમાં પનીર ઉમેરવું છે તો શાક બન્યા બાદ જ ઉમેરો.