Food How To Tasty make Bharva Tomatom sabji Recipe
  • Home
  • Featured
  • દાઢે વળગી જશે સ્વાદ, ભરેલા ટામેટાનું શાક બનાવીને કરી બધાને ખુશ

દાઢે વળગી જશે સ્વાદ, ભરેલા ટામેટાનું શાક બનાવીને કરી બધાને ખુશ

 | 4:40 pm IST

અત્યાર સુધી તમે ભરેલાં રીંગણ, કારેલા,ભીંડાની, ભરેલી ડુંગળીનું સ્વાદિષ્ટ શાક બનાવીને ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ટામેટાને ક્યારેય આ રીતે ટ્રાય કરી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભરેલા ટામેટાનું શાક .. તે બનાવવામાં સહેલું હોય છે અને ઝડપથી બની પણ જાય છે.

સામગ્રી

10 નંગ – લાલ કડક ટામેટા
4 મોટી ચમચી – ખમણેલું કોપરુ
4 મોટી ચમચી – આખા ધાણા
15 નંગ – કાળામરી
4 નંગ – લવિંગ
3 નંગ – તન
4 નંગ – સૂકા લાલ મરચા
1/2 ચમચી – હળદર
1/4 ચમચી – સાકર
2 ચમચી – ગરમ મસાલો
1/2 ચમચી – જીરૂ
1 ચપટી – હીંગ
1 ચમચો – સમારેલી કોથમીર
1 ચમચો – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપીને તેને ઊભો ચીરો કરો. ત્યાર બાદ દરેક સૂકા મસાલાને વાંટી લો. હવે વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખીને ટામેટાંમાં તમે મસાલો ભરો. હવે એક સ્ટીલની કઢાઈમાં તેલને ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. આ વઘારમાં હળદર નાખીને બાદમાં ભરેલાં ટામેટાંને વઘારો. હવે વાસણને ઊંચું નીચું કરતાં ટામેટાં હલાવો. તે બાદ ઉપર થાળીમાં થોડુંક પાણી મૂકીને તેને ઢાંકી દો. હવે 3થી 4 મિનિટ પછી થાળીને લઈ લો. પછી ગરમ મસાલો નાખીને ટામેટાં પાછાં હલાવો. ત્યાર બાદ 2 મિનિટ ઢાંક્યા વગર તેને ગેસ ઉપર રહેવા દો. પછી કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો. તૈયાર છે ટેસ્ટી ભરેલા ટામેટા.. તેમા તમે ઉપરથી ક્રીમ પણ નાંખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન