માત્ર 15 મિનિટમાં આ રીતે વધેલા ભાતના ઢોંસા બનાવો - Sandesh
  • Home
  • Food & Travel
  • માત્ર 15 મિનિટમાં આ રીતે વધેલા ભાતના ઢોંસા બનાવો

માત્ર 15 મિનિટમાં આ રીતે વધેલા ભાતના ઢોંસા બનાવો

 | 12:30 pm IST

તમે ઢોંસા તો અવાર નવાર ખાવ છો. પરંતુ ઢોંસા બનાવવા માટે તેનો લોટ પલાળવો પડે છે. તો તૈયાર ખીરુ બહાર લેવા જવું પડે છે. પરંતું શુ તમને ખબર છે કે ઘરમાં પડેલા ભાતથી પણ તમે ઢોંસા બનાવી શકો છો. જો તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો તે ફેંકશો નહી. તેમજ ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા ભાતના ઢોંસા બનાવી શકાય.

સામગ્રી
એક બાઉલ – વધેલા ભાત
એક બાઉલ – ચોખાનો લોટ
1/2 બાઉલ – ઘઉંનો લોટ
1/2 બાઉલ – દહીં
ચપટી – બેકિંગ સોડા
1 નાની ચમચી – જીરૂ
1 કપ – પાણી
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ઢોંસા બનાવવા માટે મિક્સરમાં રાંધેલા ભાત, દહીં, ચોખાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું અને પાણી ઉમેરી પીસી લો. હવે ખીરું તૈયાર થાય એટલે તેને એક વાસણમાં નીકાળી લો. હવે તેમા બેકિંગ સોડા અને જીરૂ ઉમેરો. ધીમી આંચમાં એક તવા પર એક ચમચી તેલ ઉમેરી ગરમ કરો. તેલ ગરમ થતા જ તવી પર ઢોંસાનું બેટર ફેલાવો.એક સાઇડથી ઢોંસો આછા બ્રાઉન રંગનો શેકાઇ જાય એટલે તેને પલટીને બીજી બાજુથી પણ શેકી લો. તૈયાર છે બચેલા ભાતનો ક્રિપ્સી ઢોંસા.. તે સિવાય જો તમે મસાલા ઢોંસા ખાવા માંગો છો તો સાથે બટેટાનું શાક પણ બનાવી શકો છો.