આ રીતે બનાવો જેસલમેર સ્ટાઇલમાં દેશી ચણાની કઢી - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે બનાવો જેસલમેર સ્ટાઇલમાં દેશી ચણાની કઢી

આ રીતે બનાવો જેસલમેર સ્ટાઇલમાં દેશી ચણાની કઢી

 | 7:35 pm IST

રાજસ્થાની ભોજનનું નામ સાંભળતા જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે વધુ એક રાજસ્થાની વાનગી લઇને આવ્યા છીએ. કાળા ચણા એટલે કે દેશી ચણાની કઢી જેસલમેરમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. જેમા ભજીયાની જગ્યાએ ચણા ઉમેરવામાં આવે છે. જે રાઇસની સાથે સર્વ કરી કરી શકાય છે. આ કઢી બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી
1 કપ – કાળા ચણા (પલાળેલા અને બાફેલા)
1 કપ – દહીં
2 ચમચી – ચણાનો લોટ
1 ચમચી – હળદર
1 ચમચી – ગરમ મસાલો
2 નંગ – તમાલપત્ર
2 નંગ – સૂકા લાલ મરચાં
1 ચપટી – હીંગ
1/2 ચમચી – મેથી દાણા
1/2 ચમચી – જીરૂ
2 નંગ – લીલા મરચાં(સમારેલી)
1/2 કપ – ડુંગળી(સમારેલી)
1/2 ચમચી – ટામેટા (સમારેલા)
1 મોટી ચમચી – આદુ-લસણની પેસ્ટ
2 મોટી ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત અનુસાર – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચમાં એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે જીરૂ, હીંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને મેથી દાણાં સાંતળી લો. ત્યાર પછી લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને આછા બ્રાઉન રંગની સાંતળી લો. હવે તેમા ગરમ મસાલો, હળદર અને ચણા ઉમેરીને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી મસાલામાંથી તેલ ન છૂટુ ન પડવા લાગે. હવે બીજી બાજુ એક બાઉલમાં દહી લો અને તેમા ચણાનો લોટ ઉમેરીને બરાબર ખીરૂ બનાવી લો. ધ્યાન રહે કે ચણાના લોટમાં ગાંઠો ન પડે. મસાલામાં તેલ છૂટે એટલે દહીં વાળુ મિશ્રણ ઉમેરીને ધીમી આંચ 10 મિનિટ સુધી ચઢવા દો. ત્યાર પછી ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે જેસલમેર સ્ટાઇલમાં કાળા ચણાની કઢીં..