Food janmastmi shravan moraiyo recipe
  • Home
  • Featured
  • જન્માષ્ટમીના ઉપવાસમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ મોરૈયો

જન્માષ્ટમીના ઉપવાસમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ મોરૈયો

 | 1:32 pm IST

સમગ્ર દેશમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં ભગવાન કૃષ્ણને વધાવવા માટે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. તો આજે ઘેર ઘેર જાત-જાતના પકવાન બનાવવામાં આવે છે. આજના દિવસે લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં મોરૈયો ખાવમાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મૌરૈયો.

સામગ્રી
120 ગ્રામ – મોરૈયો
2 નંગ – બટેટા
50 ગ્રામ – શેકેલી સીંગ
2 ચમચી – તેલ
1/2 ચમચી – જીરૂ
2 નંગ – લાલ મરચાં
2 ચમચી – લીલા મરચા(સમારેલા)
1 ચમચી – ખાંડ
1/2 કપ – દહીં
સ્વાદનુસાર – મીઠું
1/2 કપ – દાડમના દાણા
1 ચમચી – કોથમીર

બનાવવાની રીત
સૌ પ્રથમ મોરૈયો બનાવવા માટે તેને ધોઇ લો અને તેમાંથી પાણી નીતારી લો. હવે તેમા 2 બટેટા છોલીને છીણીને નાખવા ત્યાર પછી શેકેલી સીંગને અધકચરી ફોંતરા નીકાળીને ખાંડી લો. ત્યાર પછી તેલેનો વઘાર કરો. તેમા જીરૂ, લીલા મરચા, લાલ મરચા ઉમેરો. હવે તમાં પાણી ઉમેરો તે પછી તેમા મીઠું ઉમેરો. હવે આ પાણી ઉકળે એટલે તેમા મોરૈયો ઉમેરો. ત્યાર પછી તેમા બટેટાની છીણ અને સીંગનો ભૂકો ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. હવે તેમા સીંગનો લીલા મરચા ઉમેરો. મૌરૈયો ચઢી જાય એટલે તેમા ખાંડ અને દહીં ઉમેરીને હલાવો. તૈયાર છે ગરમા ગરમ મોરૈયો. જેને ઉપરથી કોથમીર અને દાડમના દાણા ઉમેરીને ગાર્નિશ કરો. તૈયાર છે ગરમાં ગરમ મોરૈયો.