Food Kara chutney the mainstay of South Indian cuisine,
  • Home
  • Featured
  • સાઉથ ઇન્ડિયન ભોજનનો મુખ્ય ભાગ એટલે કારા ચટણી, જાણો બનાવવાની રીત

સાઉથ ઇન્ડિયન ભોજનનો મુખ્ય ભાગ એટલે કારા ચટણી, જાણો બનાવવાની રીત

 | 11:11 am IST

સાઉથ ઇન્ડિયન ભોજનની સાથે તેની એક સ્પેશ્યિલ ચટણી હોય છે જેનો સ્વાદ એકદમ અલગ જ હોય છે. ખાસ કરીને આ ચટણી કેટલીક દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે દક્ષિણ ભારતીય ખાવાનાનો મુખ્ય ભાગ છે. આ ચટણીને ઇડલી, વડા, ઢોંસા સાથે સર્વ કરી શકાય છે.

સૌ પ્રથમ ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં અડદની દાળ, ચણાની દાળ, લસણની કળી લાલ મરચુ નાંખી સાંતળો. મસાલાનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળી લો. હવે ડુંગળી નાંખી 2 મિનિટ સુધી હળવી લાલ થાય ત્યાં સુધી સાંતળો. તેમાં ટામેટા નાંખી સાંતળો. તે પછી દરેક મસાલા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરી મસાલા સોફ્ટ થવા દો. એક મિક્સરમાં મસાલા નાંખી પેસ્ટ નાંખી દો. તેને એક વાસણમાં કાઢી લો. હવે પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ નાંખી તતડવા દો. મીઠો લીમડો નાંખી ગેસ બંધ કરી દો. હવે વધારને પેસ્ટ પર પાથરી દો. તૈયાર છે કારા ચટણી.

આ પણ જુઓ :સુરતમાં સ્કૂલ રીક્ષાનો વધુ એક વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન