કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક આ રીતે ઘરે બનાવો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક આ રીતે ઘરે બનાવો

કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક આ રીતે ઘરે બનાવો

 | 7:12 pm IST

તમે ભરેલાં રીંગણ, કારેલા,ભીંડાની સ્વાદિષ્ટ શાક બનાવીને ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ડુંગળીને ક્યારેય આ રીતે ટ્રાય કરી છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક .. તે બનાવવામાં સહેલું હોય છે અને ઝડપથી બની પણ જાય છે. તે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

સામગ્રી
4-5 નંગ – નાની ડુંગળી
1/2 કપ – સીંગના દાણા
1 ચમચી – લાલ મરચું
1/4 ચમચી – હળદર
1 ચમચી – જીરા પાઉડર
1/2 ચમચી – ખાંડ
8-10 – લસણની કળી
2 મોટી ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – કોથમીર

બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પેન ગરમ કરી તેમા સીંગદાણાને આછા ભૂરા રંગના શેકી લો. આંચ બંધ કરીને સીંગદાણા ઠંડા થવા દો. ત્યાર પછી તેમા સીંગદાણા, લાલ મરચું, જીરા પાઉડર, હળદર પાઉડર, લસણની કળી, ખાંડ અને મીઠું મિક્સ કરીને બરાબર પીસી લો. હવે ડુંગળીને ઉપરની તરફથી ચીરા કરી લો. તેમા તૈયાર મસાલાનું મિશ્રણ ભરી દો. હવે એક અન્ય પેન લો અને તેમા તેલ ગરમ કરવા રાખો. તેમા એક એક કરીને ભરેલી ડુંગળી તેમા રાખો અને પેનને ઢાંકણથી ઢાંકી દો. વચ્ચે-વચ્ચે ખોલીને જોતા રહો કે મસાલા બળી ન જાય. તેમા થોડૂક પાણી ઉમેરો. 10-15 મિનિટ બાદ ડુંગળી ચઢી જાય એટલે તેની ઉપર કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે કાઠિયાવાડી ભરેલી ડુંગળીનું શાક..