માત્ર 20 મિનિટમાં વધેલા ભાતની બનાવો કટલેસ - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • માત્ર 20 મિનિટમાં વધેલા ભાતની બનાવો કટલેસ

માત્ર 20 મિનિટમાં વધેલા ભાતની બનાવો કટલેસ

 | 3:47 pm IST

તમે કટલેસ તો અવાર નવાર ખાવ છો. પરંતું શુ તમને ખબર છે કે ઘરમાં પડેલા ભાતથી પણ તમે કટલેસ બનાવી શકો છો. જો તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો તે ફેંકશો નહી. તેમજ ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા ભાતની કટલેસ બનાવી શકાય.

સામગ્રી
1 કપ – વઘેલા ભાત
1/2 કપ – ચોખાનો લોટ
1/2 કપ – છીણેલું ગાજર
1/2 કપ – ઝીણી સમારેલી ડુંગળી
1/2 કપ – ઝીણી સમારેલી લીલી ડુંગળી
1 મોટી ચમચી – સમારેલી કોથમીર
1 ચમચી – આદુ-મરચાની પેસ્ટ
1/2 ચમચી – જીરૂ પાઉડર
1/2 ચમચી – ચાટ મસાલો
1 ચમચી – ખાંડ
તરવા માટે – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
એક મોટા વાસણમાં રાંધેલા ભાત, ચોખાનો લોટ અને પાણી બરાબર મિક્સ કરો. તેમા ગાજર, લીલી ડુંગળી, ડુંગળી, આદુ લસણની પેસ્ટ. ખાંડ, મીઠું, જીરૂ પાઉડર, કોથમીર બરાબર હાથથી મિક્સ કરો. હવે મિશ્રણને 15-16 ભાગ કરો. હાથમાં તેલ લગાવીને મિશ્રણને કટલેસનો આકાર આપી દો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને મધ્યમ આંચ પર કટલેસને તરવા મૂકો. કટલેસ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તરી લો. હવે કટલેસને ટિશ્યૂ પેપરમાં મૂકો એટલે વધારાનું તેલ નીકળી જાય. તૈયાર છે ગરમા ગરમ કટલેસ..જેને તમે લીલી ચટણી કે ટામેટાના સોસ સાથે સર્વ કરી શકો છો.