બાળકો માટે આ રીતે ઘરે બનાવો વધેલી રોટલીના સ્વાદિષ્ટ પિઝા - Sandesh
  • Home
  • Food & Travel
  • બાળકો માટે આ રીતે ઘરે બનાવો વધેલી રોટલીના સ્વાદિષ્ટ પિઝા

બાળકો માટે આ રીતે ઘરે બનાવો વધેલી રોટલીના સ્વાદિષ્ટ પિઝા

 | 5:35 pm IST

સાંજના નાસ્તામાં તમે કઇક અલગ બનાવવા માંગો છો. તો તમે રોટી પિઝા પણ બનાવી શકો છો. વધેલી રોટલી ઘણી વાર તમે વઘારીને ખાવ છો તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વધેલી રોટલીના સ્વાદિષ્ટ પિઝા. જે બનાવવામાં સહેલા હોય છે. સાથે સાથે બાળકોને પણ આ રીતે  રોટલી પણ ખવડાવી શકો છો.

સામગ્રી
4 – રોટલી (વધેલી)
2 મોટી ચમચી – ખમણેલી ચીઝ
2 મોટી ચમચી – સમારેલી ડુંગળી
2 નંગ – લીલા મરચા
2 નંગ – સમારેલા ટામેટા
2 મોટી ચમચી – બાફેલા કોર્ન
1 નાની ચમચી – કોથમીર
1 મોટી ચમચી – ટોમેટો સોસ
1 નાની ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – સુકુ લાલ મરચું

બનાવવાની રીત
સૌ પ્રથમ ઓવનને પ્રી હીટ કરો. હવે વધેલી રોટલી પર સોસ લગાવો. તેની પર ખમણેલી ચીઝ ફેલાવી દો. હવે એક પેન લો તેમા ડુંગળી, બાફેલા કોર્ન(મકાઇ), લીલા મરચા, ટામેટ અને મીઠુ ઉમેરી બરાબર ફ્રાય કરી લો. હવે ચીઝ લગાવેલી રોટલી પર આ મિશ્રણને ઉમેરો. હવે આ મિશ્રણ પર ફરીથી છીણેલું ચીઝ ઉમેરો. તે બાદ વાંટેલું સૂકુ લાલ મરચુ અને કોથમીર ઉમેરો. તે બાદ બેકિંગ ટ્રે પર થોડુક બટર કે તેલ લગાવી તેની પર રોટલી મૂકોય તેને 5-7 મિનિટ સુધી મીડિયમ હીટ પર બેક કરો. બેક થઇ જાય એટલે પિઝા બહાર નીકાળીને કટ કરી ગરમ -ગરમ સર્વ કરો.