Lifestyle Know What is the benefits of tasty Chutney
  • Home
  • Featured
  • કઇ સ્વાદિષ્ટ ચટણીથી શુ ફાયદા થાય છે? જાણો વિગતે

કઇ સ્વાદિષ્ટ ચટણીથી શુ ફાયદા થાય છે? જાણો વિગતે

 | 12:58 pm IST

ભોજનની સાથે જો ચટણી મળી જાય તો ખાવાનો સ્વાદ વધી જાય છે. ચટણી એક એવી વસ્તુ છે જેને દરેક ઋતુમાં ખાય શકાય છે. તમે અત્યાર સુધી અનેક પ્રકારની ચટણીઓ ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે જાણો છો કે કઇ ચટણીથી શુ ફાયદા થાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે કઇ ચટણીથી શુ ફાયદા થાય છે.

કોથમીરની ચટણી

ચટણીઓમાં કોથમીરની ચટણી સૌથી વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે. જે લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. આ ચટણી તમારા પાચનને યોગ્ય રાખવામાં મદદ કરે છે. લીલી કોથમીરની ચટણીમાં અનેક પ્રકારના વિટામિન્સ હોય છે જે બ્લડ શુગરને યોગ્ય રાખવામાં મદદ કરે છે.

ટામેટાની ચટણી

ટામેટા ત્વચા માટે ગુણકારી હોય છે. ટામેટાની ચટણીમાં અનેક પ્રકારના વિટામિન્સ રહેલા છે. સાથે જ તેમા ગ્લૂટાથાયોન ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ટામેટાની ચટણી કેન્સરની બીમારીના ઇલાજ દરમિયાન ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

ફુદીનાની ચટણી

ગરમીમાં ખાસ કરીને ફુદીનાની ચટણી મળી જાય તો તેની મજા જ કંઇક અલગ છે. ફુદીનાની ચટણી ખાવાથી પેટને ઠંડક મળે છે. સાથે તે પાચનની સમસ્યાને દૂર પણ કરે છે. તે સિવાય ફુદીનાની ચટણી કબજિયાત, ભૂખને વધારવા અને ઉલટી જેવી સમસ્યાઓને સારી કરવામાં પણ મદદ કરે છે.

લસણની ચટણી

લસણની ચટણી ઘણા ભોજન સાથે ખાવામાં આવે છે. તેમા રહેલા એન્ટી બેક્ટેરિયલ, ફંગલ અને ઇમ્ફલેમેટ્રી કબજિયાત અને પાઇલ્સ જેવી બીમારીઓને સારી કરવામાં મદદ કરે છે. ગરમીની ઋતુમાં તેની ચટણી ઓછી ખાવામાં આવે તો વધારે સારુ છે. કારણકે તેને વધારે ખાવાથી તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

આંબળાની ચટણી

આંબળા શરીર માટે ખૂબ સારા હોય છે. ખાસ કરીને તે આંખો માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. તેમા રહેલા વિટામિન સી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે, સાથે જ તે કોલેસ્ટ્રોલ લેવલને યોગ્ય રાખવામાં પણ મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન