Food make at home tasty mushroom soup recipe
  • Home
  • Featured
  • ટોમેટો સૂપ પીને કંટાળી ગયા છો તો ઘરે બનાવો હોટલ જેવું મશરૂમ સૂપ

ટોમેટો સૂપ પીને કંટાળી ગયા છો તો ઘરે બનાવો હોટલ જેવું મશરૂમ સૂપ

 | 8:49 am IST

બદલાતી ઋતુના કારણે ખાસ કરીને કેટલાક લોકો બીમારીઓની ઝપટમાં આવી જાય છે. જેનાથી ડોક્ટર્સ બીમાર વ્યક્તિને સારા કરવા માટે હંમેશા તરલ પદાર્થ આપવાનું આપવાનું કહે છે. તો કેટલાક લોકો ટોમેટો સૂપ, વેજી ટેબલ સૂપ પીએ છે. જો આ એકના એક સૂપ પીને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે એક ખાસ સૂપની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમારા સ્વાસ્થ્ય માટે સ્વસ્થ છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય હેલ્ધી મશરૂમ સૂપ..

સામગ્રી
50 ગ્રામ – મશરૂમ
1 નંગ – ઝીણી સમારેલી ડુંગળી
1 ચમચી – કોર્ન ફ્લોર
1/4 ચમચી – કાળામરી પાઉડર
2 કપ – દૂધ
2 કપ – પાણી
સ્વાદાનુસાર – મીઠુ
જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ મશરૂમને સાફ કરીને તેને ઝીણા ટૂક્ડામાં સમારી લો. હવે એક પેનમાં બટર ગરમ કરીને તેમા સમારેલી ડુંગળી અને મશરૂમ ઉમેરીને શેકી લો. હવે તેમા દૂધ અને પાણી ઉમેરીને 5 મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ કોર્નફ્લોરમાં પાણી ઉમેરીને તેનુ મિશ્રણ બનાવી લો હવે તેને મશરૂમની ઉપરથી ધીમે-ધીમે ઉમેરો. સૂપમાં ગાંઠ ના થાય તે ખાસ ધ્યાન રાખો. હવે તેમા કાળામરી પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગરમા ગરમ મશરૂમ સૂપ..