Food make Christmas vanilla cake
  • Home
  • Featured
  • ઇંડા વગરની વેનિલા કેક બજારમાંથી નહીં, મિનિટોમાં આ રીતે બનાવો ઘરે

ઇંડા વગરની વેનિલા કેક બજારમાંથી નહીં, મિનિટોમાં આ રીતે બનાવો ઘરે

 | 10:14 am IST

કેક નાના મોટા દરેક ને ખૂબ જ ભાવતી હોય છે અને એને જેવી આપણે બેકરી માંથી લાવીએ છીએ તેવી સોફ્ટ અને સ્પોનજી ઘરે સરળ રીતે બનાવી શકાય છે. તો આજે આપણે ઈંડા વગર ની વેનીલા કેક ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું.

સામગ્રી :

1-1/4 કપ – મેંદો
1/2 કપ – કંડેન્સ મિલ્ક
1/2 કપ – દળેલી ખાંડ
1/2 કપ – તેલ (સુગંધ વગરનું )
1/2 કપ – દૂધ
1/2 નાની ચમચી – વેનીલા એસેન્સ
1 નાની ચમચી – બેકિંગ પાવડર
1/4 નાની ચમચી – બેકિંગ સોડા
2 કપ – તૈયાર વ્હીપ ક્રિમ
સુગર સીરપ
ડેકોરેટિવ સ્ટાર
સ્ટ્રોબેરી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં કંડેન્સ મિલ્ક અને દળેલી ખાંડ મિક્ષ કરી હેન્ડ મિક્ષરથી મિક્ષ કરી લો. હવે તેમાં તેલ ઉમેરી મિક્ષ કરી લો. દરેક વસ્તુ યોગ્ય રીતે મિક્ષ થઇ જાય એટલે ચાળની મૂકી તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ને તેમાં જ ચાળી લો. તેને મિક્ષ કરો. ત્યાર બાદ રૂમ ટેમ્પ્રેચરનું થોડું થોડું દુધ ઉમેરતા જઈને બરાબર મિક્સ કરી લો. હવે તેમા વેનીલા એસ્સેન્સ ઉમેરી ને મિક્સ કરી લો. કેક ટીનને બટર અને બટર પેપર લગાવીને તૈયાર કરી લેવું. તૈયાર કરેલા કેક ટીનમાં કેકનું મિશ્રણ ઉમેરી દો અને તેને ૨-૩ વાર સહેજ કિચન પ્લેટફોર્મ પર ટેપ કરી લો જેથી એર બબલ્સ ના રહે.

હવે ઓવન ને પ્રી-હિટ કરવા ૧૮૦ ડિગ્રી પર ૧૦ મિનીટ મૂકી દેવું. તે બાદ પ્રી-હિટ થયેલા ઓવનમાં આ કેક ૧૮૦ ડીગ્રી પર ૩૦ મિનીટ માટે બેક કરવા મૂકો. 25 મિનિટ બાદ તેને ચેક કરો. તે પછી બીજી ૫ મિનીટ તેને બેક કરી લો. દરેક ઓવનનો બેક ટાઇમ અલગ અલગ હોય છે એટલે ૨૫ મિનીટ પછી ચેક કરવું જરૂરી છે. હવે તૈયાર કેકને ઠંડી થવા દો. તે પછી તમે કેકમાંથી બટર પેપર કાઢી વચ્ચેથી કટ કરી બે ભાગ કરી લો. કટ કરેલા ભાગ પર સુગર સીરપ લગાવો કેક એકદમ મોઈશ્ચરવાળી થઈ જાય એટલું સુગર સીરપ લગાવવું.

હવે તેના પર વ્હીપ ક્રિમ લગાવો. બીજો ભાગ મૂકી તેના ઉપર પણ સુગર સીરપ લગાવો. આખી કેક ને ક્રિમ થી કવર કરી લો અને ફ્રિજ માં ૧ કલાક મૂકી દો. કેક ને ફિનિશિંગ આપવા જો તમારી પાસે કેક ટુલ્સ નથી તો એક જાડું પ્લાસ્ટિક કાપી તેના થી તમે આ રીતે તેને સરસ ફિનિશિંગ આપી શકો છો. થોડા વ્હીપ ક્રિમ માં થોડો લાલ કલર અને થોડું સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરી તેનાથી કેકની બોર્ડર કે તમારી મનપસંદ ડિઝાઇન બનાવી શકો છો. થોડા ડેકોરેટિવ સ્ટાર અને ચેરી મૂકો. તૈયાર છે ઇંડા વગરની વેનિલા કેક..