Food make crispy farsi puri recipe
  • Home
  • Food & Travel
  • નાસ્તા માટે ઘરે જ આ રીતે બનાવો ફરસી પુરી

નાસ્તા માટે ઘરે જ આ રીતે બનાવો ફરસી પુરી

 | 8:21 pm IST

વરસાદની ઋતુ ચાલી રહી છે અને જો તમને ભૂખ લાગી છે અને નાસ્તામાં કંઇક અલગ ટ્રાય કરવું છે તો આજે અમે તમારા માટે પુરીની રેસીપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી સાદી, મસાલા પુરી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય ફરસી પુરી ટ્રાય કરી છે. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરસી પુરી..

સામગ્રી
500 ગ્રામ – મેંદો
150 ગ્રામ – રવો
2 ચમચી – અજમો
1/2 ચમચી – બેકિંગ સોડા
1 ચમચી – કાળામરી પાઉડર
સ્વાદાનુસાર – મીઠું
મોણ માટે – તેલ
તરવા માટે – તેલ

બનાવવાની રીત
સૌપ્રથમ મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. ત્યાર પછી તેમા અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચી તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી લો. તેને અડધો કલાક સુઘી રાખી મૂકો. હવે તેમાંથી લુઆ બનાવીને જાડી ગોળ પૂરી વણી લો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તૈયાર પુરીને ગરમ તેલમાં તરી લો. તે બન્ને તરફથી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ફરસી પુરી..