fOOD make fasting farali muthiya recipe
  • Home
  • Featured
  • ઉપવાસમાં પણ ખાઇ શકશો ફરાળી મુઠિયા, આ રીતે બનાવો

ઉપવાસમાં પણ ખાઇ શકશો ફરાળી મુઠિયા, આ રીતે બનાવો

 | 7:17 pm IST

શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે તો ખાસ કરીને લોકો ઉપવાસમાં અવનવી વાનગીઓ બનાવતા હોય છે. તો આજે અમે તમારા માટે વધુ એક નવી વાનગી લઇને આવ્યા છીએ. મુઠીયા ખાવાના શોખીન હવે ઉપવાસમાં પણ મુઠિયા ખાઇ શકશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી મુઠિયા.. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે.

સામગ્રી
50 ગ્રામ – પલાળેલા સાબુદાણા
2 નંગ – બાફેલા બટેટા
50 ગ્રામ – અધકચરા સીંગદાણાનો ભૂકો
100 ગ્રામ – બાફેલા બટેટા
50 ગ્રામ – રાજગરાનો લોટ
2 ચમચી – આદુ મરચાની પેસ્ટ
2 ચમચી – દહીં
2 ચમચી – તેલ
2 ચમચી – તલ
2 ચમચી – સમારેલી કોથમીર
1/2 બાઉલ – છીણેલું ટોપરું
સ્વાદાનુસાર – સીંધાલૂણ
2 ચમચી – છીણેલું ટોપરા

બનાવવાની રીત
સૌ પ્રથમ બટાકા ને બાફીને છીણી લો.ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા,રાજેગરા નો લોટ, દહીં અને શીંગ નો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં સિંધવ,આદુ અને મરચા નાખી હલાવી મુઠીયા નો શેપ આપી ગ્રીસ કરેલી કાણા વાળી ડીશ માં મૂકી ૧૦ -૧૨ મિનીટ માટે વરાળે બાફી લો. તૈયાર મુઠીયા ઠંડા થાય એટલે કટ કરી લો. હવે એક પેન લો તેમા તેલ ગરમ કરી લો. તેમા જીરૂ અને તલ ઉમેરી લો. તેમા તૈયાર મુઠિયા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ગરમા ગરમ મુઠીયા.. તેને કોથમીરથી ગાર્નિશ કરી શકો છો. તેની પર છીણેલા ટોપરું ઉમેરી લો.