Food make fasting tasty and healthy sabudana vada recipe
  • Home
  • Featured
  • સાબુદાણાની ખીચડી નહીં, હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ વડા

સાબુદાણાની ખીચડી નહીં, હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ વડા

 | 10:53 am IST

વ્રતમાં આપણે અનેક પ્રકારનું ફરાળી ખાવાનું પણ બનાવીએ છીએ. તો સાબુદાણાથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. જેમ કે સાબુદાણાની ખીંચડી, સાબુદાણાની ખીર બનાવીએ છીએ. સાબૂદાણા સિવાય સિંગદાણા અને બટેટા પણ ઉપવાસમાં લેવામાં આવે છે. તો ચાલો આજે આપણે જોઇશુ સાબુદાણાના વડા કેવી રીતે બનાવાય.

સામગ્રી
1 કપ – સાબુદાણા
2 કપ – બટેટા
1/2 કપ – રાજગરાનો લોટ
1/2 ચમચી – લીલુ મરચુ
1 ચમચી – આદુ
1 મોટી ચમચી – લીંબુનો રસ
1/2 કપ – કોથમીર
મીઠુ સ્વાદાનુસાર
3 કપ – તેલ તરવા માટે

બનાવવાની રીત
સૌ પ્રથમ સાબુદાણાને બરાબર ધોઇ લો અને 4-5થી કલાક પલાળીને રાખો. તે બાદ બટાકા બાફીને તેને મસળી લો. તે બાદ સિંગદાણાને એક પેનમાં લેઇન શેકી લો અને તેને છોતરા નીકાળી તેને અધકચરા પીસી લો. સાબુદાણાને એક બાઉલમાં નીકાળીને તેમા બાફેલા બટેકા મિક્સ કરો. આ મિશ્રણમાં રાજગરાનો લોટ અને અધકચરા સિંગદાણા ઉમેરો. હવે તેમા લીલા મરચા, આદુ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદાનુસાર મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણના એક સમાન નાના ગોળ લૂઆ બનાવો. તે બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા બાદ આ બટેકા અને સાબુદાણાના લૂઆ તેલમાં તરો. આછા બ્રાઉન રંગના થયાય તે બાદ તેને બહાર નીકાળી લો. તૈયાર છે તમારા સાબુદાણાના વડા.. તેને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરો.