Food make ganesha visarajan dry fruits laddu recipe
  • Home
  • Featured
  • ગણેશ વિસર્જન પર ડ્રાયફ્રૂટના લાડુ બનાવીને ધરાવો પ્રસાદ

ગણેશ વિસર્જન પર ડ્રાયફ્રૂટના લાડુ બનાવીને ધરાવો પ્રસાદ

 | 12:11 pm IST

ખાસ કરીને લાડુનું નામ આવે તો લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક લાડુની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને આજે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવશે. તો ભગવાન ગણેશને ડ્રાય ફ્રૂટ લાડુનો ભોગ ચઢાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ડ્રાયફ્રૂટ લાડું.

સામગ્રી
1 કપ – ખજૂર (બીજ વગરની)
1 કપ – અંજીર
1 કપ – દ્રાક્ષ (સૂકી)
1/2 કપ – ખમણેલું ટોપરુ
1/2 કપ – બદામ (કતરન)
1/2 કપ – પિસ્તા (કતરન)
1/2 કપ – કાજૂ
1/2 કપ – ખસખસ
1 ચમચી – માખણ

બનાવવાની રીત
સૌ પ્રથમ ડ્રાયફ્રૂ્ટ લાડુ બનાવવા માટે અંજીરને મિક્સરમાં પીસલ લો. હવે એક પેનમાં માખણને ગરમ કરો. તેમા ખજૂર ઉમેરીને થોડીક તળી લો. હવે તેમા અંજીર, સૂકી દ્રાક્ષ, બદામ, પિસ્તા કાજૂ ઉમેરીને બરાબર મિકસ કરી લો. ત્યાર બાદ એક પ્લેટમાં ખસખસ અને ખમણેલું નારિયેળ બરાબર મિક્સ કરી લો.

આ પણ વાંચો : ગરમા-ગરમ ચોખાના લોટનું ખીચું આ રીતે બનાવો ઘરે

હવે આ તૈયાર મિશ્રણને હાથમાં લઇને તેના લાડુ બનાવી લો. તેને ખસખસ અને નારિયેળના છીણમાં રગડી લો. તૈયાર છે ડ્રાયફ્રૂટ લાડું..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન