Food make gujarati methi khakhra recipe in winter
  • Home
  • Featured
  • મેથીની સીઝનમાં ઘરે જ બનાવો મેથીના ખાખરા

મેથીની સીઝનમાં ઘરે જ બનાવો મેથીના ખાખરા

 | 3:42 pm IST

શિયાળો આવે એટલે જાતજાતની ભાજી પણ બજારમાં મળે છે. જેમ કે પાલક, તાંદરજો, મેથી. આ ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો આજે અમે તેમાથી એક મેથીની ભાજીની રેસીપી લઇને આવ્યા છીએ. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. તો ગુજરાતીઓ અલગ -અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવી છે. તેમજ ગુજરાતીઓને સવારે નાસ્તામાં ખાખરા ખાવા ખૂબ ગમે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મેથીના ખાખરા.

સામગ્રી

1 કપ – ઘઉંનો લોટ
2 ચમચી – ઝીણી સમારેલી મેથી
1 ચમચી – તલ
1/5 કપ – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ ઘઉંનો લોટ લો. તેમા મેથી, તલ, તેલ અને મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે પ્રમાણનુસાર તેમાં પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. લોટને 10 બરાબર ભાગ કરી લો. આમ લૂઆને એક સરખા ગોળ આકારમાં વણી લો. હવે એક નોન સ્ટિક તવી ગરમ કરો.દરેક ખાખરાને ધીમી આંચ પર તેલ વડે શેકી લો. બન્ને તરફની આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો. તેને સુતરાઉ કપડાથી દબાવીને શેકો. ખાખરા બન્ને તરફથી ક્રિસ્પી બને ત્યાં સુધી શેકો. હવે આ રીતે ઠંડા થાય પછી સર્વ કરી શકો છો. ખાખરાને એર ટાઇટ ડબ્બામાં બંઘ કરીને રાખી શકો છો. નાસ્તામાં પણ ખાખરાનો ઉપયોગ કરી શકો છો.