Food make Healthy and tasty Ginger chutney for asthma disease
  • Home
  • Featured
  • અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે આદુની ચટણી, આ રીતે બનાવો

અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે આદુની ચટણી, આ રીતે બનાવો

 | 8:40 am IST

આદુ એક પ્રાકૃતિક ઔષધિ છે જેને આખી દુનિયા ખાવા માં ઉપયોગ લે છે. ઘણી શોધો થી એ સાબિત થયું છે કે આદુ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને ઘણી બીમારીઓ ને સારી કરવા માં મદદ કરે છે. સવારમાં આદુ નાંખીને બનાવવામાં આવેલ ચા પીવાથી ખુબ મજા પડી જતી હોય છે. આદુ શરદી, તાવ અને ગળાની કોઇપણ તકલીફમા તાત્કાલિક અસરથી રાહત આપે છે. તો આજે અમે તમારા માટે આદુની રેસીપી લઇને આવ્યા છીએ. ચાલો જોઇએ કેવી રીતે બનાવાય આદુની ચટણી..

સામગ્રી

100 ગ્રામ – આદુ
2 ચમચી – આંબલીની પેસ્ટ
2 ચમચી – ગોળ
2 ચમચી – લાલ મરચું
1 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ આદુને છોલીને તેને વાંટી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી લો. જ્યારે તેલ ગરમ થાય એટલે તેમા આદુ ઉમેરીને તેને 2-3 મિનિટ સુધી સાંતળી લો. હવે તેમા આંબલીની પેસ્ટ ઉમેરી લો. તેને પણ 1 મિનિટ સાંતળી લો. હવે ગેસની આંચ બંધ કરી લો. પેસ્ટને ઠંડી થવા દો. તે બાદ આંબલી અને આદુની પેસ્ટ, મીઠું અને લાલ મરચું ઉમેરીને મિક્ષરમાં પીસી લો. હવે ધીમી આંચ પર પેનમાં પેસ્ટ ઉમેરો. તેમા ગોળને ખમણી લો અને તેને પેનમાં ઉમેરો. તેને 3-4 મિનિટ ચઢવા દો. તે પછી ગેસની આંચ બંધ કરી લો. ચટણી તૈયાર થાય એટલે તેને બરણીમાં ભરી લો. આ ચટણી તમે 3-4 મહીના સુધી સ્ટોર કરી શકો છો. તૈયાર છે આદુની ચટપટી ચટણી.

નોટ – આ ચટણીથી શરદી-ઉધરસની સમસ્યાથી રાહત મળી શકે છે. તે સિવાય અસ્થમાના દર્દીઓ માટે આ ચટણી ફાયદાકારક માનવામાં આવે છે.