Food make hotel style onion pickle recipe
  • Home
  • Featured
  • હોટેલ જેવી સ્વાદિષ્ટ ડુંગળી ઘરે પણ બનાવી શકો છો, નોંધી લો રીત

હોટેલ જેવી સ્વાદિષ્ટ ડુંગળી ઘરે પણ બનાવી શકો છો, નોંધી લો રીત

 | 4:19 pm IST

ખાસ કરીને હોટેલમાં જમવા ગયા હોઇએ ત્યારે ઘણીવાર તમે ડુંગળીનું અથાણું જોયું હશે અને લગભગ બધાંને આ ડુંગળી ખૂબ જ ભાવે છે. આપણને ઘણીવાર એવું થતું હોય છે કે આવી ડુંગળી અાપણે પણ ઘરે બનાવી શકીએ તો આજે અમે તમારા માટે હોટલ જેવી ટેસ્ટી ડુંગળી ઘરે કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ.

સામગ્રી
20 નંગ – નાની ડુંગળી
1 ચમચી – મીઠું
2 ચમચી – ખાંડ
1/2 બાઉલ – પાણી
2 ચમચી ચમચી વિનેગર
1 નંગ – લીલું મરચું

બનાવવાની રીત
સૌપ્રથમ ડુંગળીને છોલીને ધોઇ લો. હવે એક બાઉલમાં ખાંડ અને મીઠું લો. તેમાં પાણી અને વિનેગર ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. બાઉલ હંમેશા કાચ કે સિરામિકનો જ લેવો, નહીંતર વિનેગરનું રિએક્શન આવી શકે છે. આ માટે સફેદ કે એપલ વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી બાઉલમાં ડુંગળી, લીલાં મરચાંના ટુકડા ઉમેરો. હવે દરેક વસ્તુને બરાબર મિક્સ કરી કાચની બોટલમાં ભરી દો. પાણી અને વિનેગરનું મિશ્રણ બધી ડુંગળી મિક્સ થઇ જાય એટલે તેને ફ્રીઝમાં રાખો. તેને 2 કલાક ફ્રિજમાં રાખો. હવે ડુંગળીને પાણીમાંથી કાઢીને કાચની બોટલમાં ભરી દો, આ ડુંગળી ૧૦-૧૨ દિવસ સુધી બગડશે નહીં. જેને તમે ઇચ્છો ત્યારે ખાઇ શકો છો.