Food make janmashtmi krishna parna patrali recipe
  • Home
  • Featured
  • ભગવાન કૃષ્ણને પારણા કરાવવા માટે ઘરે બનાવો ‘પતરાળી’

ભગવાન કૃષ્ણને પારણા કરાવવા માટે ઘરે બનાવો ‘પતરાળી’

 | 11:57 am IST

ભગવાન કૃષ્ણના જન્મ દિવસના બીજા દિવસે તેમને પારણા કરવવામાં આવે છે આ દિવસે દરેક લોકોના ઘરે જાતભાતના પકવાન બનાવવામાં આવે છે. તો ખાસ વાનગીમાં ભગવાન શ્રી કૃષ્ણને 32 જાતના શાક મિક્સ કરીને પતરાળી બનાવવામાં આવે છે. આ શાક બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ પતરાળી..

સામગ્રી
1 ચમચી – જીરૂ
2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – હળદર
2 ચમચી – તેલ
1 ચપટી – હીંગ
1 ચમચી – ગરમ મસાલો
2 ચમચી – લીલા મરચા (સમારેલા)
4 – 5 નંગ – મીઠો લીમડો
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી
32 જાતના – શાકભાજી


બનાવવાની રીત

સૌ પ્રથમ પતરાળી બનાવવા માટે એક મોટી કઢાઇ લો. તેમા તેલ ગરમ કરી જીરાથી વઘાર કરો. હવે તેમા લીલા મરચા અમે લીમડો ઉમેરી લો. ત્યાર પછી તેમા ચપટી હીંગ ઉમેરી સાંતળવા દો. હવે તેમા સમારેલા ટામેટા ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમા 32 જાતના શાકભાજી ઉમેરો બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી ઉપરથી તેમા મીઠું, મરચું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા થોડૂક પાણી ઉમેરીને ઢાંકીને મૂકી દો. 15 મિનિટ શાક ઢાંકીને મૂકી દો. ત્યાર પછી ઢાંકણ ખોલીને જુઓ કે શાક ચઢી ગયું છે તો તેને ગેસની આંચ પરથી ઉતારી લો. તૈયાર છે સ્વાદિષ્ટ પતરાળીનું શાક..