Food make janmashtmi panchamrut recipe
  • Home
  • Featured
  • ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ઘરે આ રીતે બનાવો પંચામૃત

ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે ઘરે આ રીતે બનાવો પંચામૃત

 | 4:10 pm IST

બાળકોથી લઇને મોટા દરેક લોકો જન્માષ્ટમીની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસને લોકો દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના ભક્તો ઉપવાસ કરે છે. તો ભગવાન કૃષ્ણને પ્રસાદી તરીકે પંચામૃતનો પ્રસાદ ધરાવે છે. પંચામૃત 5 વસ્તુઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય પંચામૃત..

સામગ્રી
500 ગ્રામ – દૂધ
1 કપ – દહીં
4 નંગ – તુલસીના પાન
1 ચમચી – મધ
1 ચમચી – ઘી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટો બાઉલ લો તેમા દૂધ લો. હવે તેમા દહીં મિક્સ કરી લો. ત્યાર પછી તેમા મધ મિક્સ કરો. હવે તેમા ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી ઉપરથી તેમા તુલસીના પાન ઉમેરીને બરાબર મિકસ કરી લો. તૈયાર છે ભગવાન શ્રી કૃષ્ણનો મનપસંદ પંચામૃત..