Food make kothmir fudina tasty chutney
  • Home
  • Featured
  • કોથમીર-ફુદીનાની ચટણી ખાવાની પડી જશે મજા, નોંધી લો રીત

કોથમીર-ફુદીનાની ચટણી ખાવાની પડી જશે મજા, નોંધી લો રીત

 | 11:10 am IST

કોથમીર અને ફુદીનો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો આજે અમે તમારા માટે કોથમીર અને ફુદીનાની ચટણીની રેસીપી લઇને આવ્યા છીએ. આ ચટણી તમે થેપલા, પરાઠા સાથે ટ્રાય કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય તેની ટેસ્ટી ચટણી..

સામગ્રી

1 નાનો બાઉલ – ફુદીનાના પાન
1 બાઉલ – કોથમીર
1/2 ટૂકડો – આદુ
1/2 ચમચી – લીંબુનો રસ
1/2 ચમચી – જીરુ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ કોથમીર અને ફુદીનાના પાનને બરાબર ધોઇને સાફ કરી લો. હવે મીઠું અને લીંબુ સિવાય દરેક સામગ્રીને બ્લેન્ડરમાં એક સાથે મિક્સ કરીને પીસી લો. હવે તેને એક બાઉલમાં નીકાળી લો.હવે તેમા ઉપરથી તમે લીંબુનો રસ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે કોથમીર અને ફુદીનાની મિક્સ ચટણી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન