Food make ladva shravan last day recipe
  • Home
  • Featured
  • શ્રાવણ મહિના છેલ્લા દિવસે ઘરે આ રીતે બનાવો લાડવા

શ્રાવણ મહિના છેલ્લા દિવસે ઘરે આ રીતે બનાવો લાડવા

 | 9:18 am IST

હિન્દુ ધર્મની માન્યતા મુજબ લાડવા શુભ પ્રસંગે બનાવવામાં આવે છે. આ લાડું ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. જ્યારે આવતી કાલે શ્રાવણનો છેલ્લો દિવસ છે. તો આજે અમે તમારા માટે લાડવાની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઘરે જ લાડવા.

સામગ્રી
1 કપ – ઘઉંનો કરકરો લોટ
200 ગ્રામ – ગોળ
50 ગ્રામ – દળેલી ખાંડ
200 ગ્રામ – ઘી
જરૂરિયાત મુજબ – ઇલાયચી
જરૂરિયાત મુજબ – ખસખસ
જરૂરિયાત મુજબ – પિસ્તા
જરૂરિયાત મુજબ – લીલું કોપરું

બનાવવાની રીત
સૌ પ્રથમ ઘઉંનો લોટ અને ઘી ને મિક્સ કરી લો. હવે ગરમ પાણી લઈને થોડું થોડું ઉમેરતા જાવ. ત્યાર પછી તેના નાનાં-નાના મૂઠિયા બનાવી લો. આ મૂઠિયાને વચ્ચેથી દબાવી ચપટા કરો. અને તેલમાં તળી લો. મૂઠિયાને 2-3 વાર પલટાવો, જેથી તે આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. આ રીતે બધા મૂઠિયાને તળી લો. હવે આ મુઠિયાને તોડીને મિક્સરમાં દળી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં ગોળ નાખી ઓગળે ત્યાં સુધી હલાવતાં રહો. ત્યારબાદ તેમાં દળેલાં મૂઠિયા નાખી હલાવો. સુકાયેલા નારિયેળનું છીણ, અને પિસ્તા લઈને ઘી માં તળીને ચુરમામાં ઉમેરો. ઈલાયચી પાઉડર અને દળેલી ખાંડ જરૂર લાગે તો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાં ગરમ ઘી ઉમેરી તેના મધ્યમ લાડું વાળો. એક થાળીમા ખસખસ પાથરી તેમાં લાડુંને હળવા હાથે ગોળ ફેરવી ઉઠાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ લાડવા..