Food make lasuni methi paneer recipe
  • Home
  • Featured
  • લસણ વાળું મેથી પનીરનું શાક બનાવો, આંગળા ચાટતા રહી જશો

લસણ વાળું મેથી પનીરનું શાક બનાવો, આંગળા ચાટતા રહી જશો

 | 10:53 am IST

પનીરનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. પરંતુ તમે અમૂક પનીરના શાક ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે એક અલગ જ રેસીપી લઇને આવ્યા છીએ. જેમા તમે લસણ અને મેથીનો સ્વાદ માણી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય લસણ વાળું મેથી પનીરનું શાક..

ગ્રેવી બનાવવા માટે

1 કપ – મેથીના પાન
1 કપ – ડુંગળી
1 નંગ – લીલા મરચા
1 કપ – ટામેટા
2 ચમચી – લસણની પેસ્ટ
1 ચમચી – આદુની પેસ્ટ
ચપટી – મીઠું

સામગ્રી
250 ગ્રામ – પનીરના ટૂકડા
1 કપ – પાણી
2 ચમચી – ક્રીમ
1 નાની ચમચી – હળદર
1 ચમચી – ધાણાજીરૂ
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – ગરમ મસાલો
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ લસુણી મેથી પનીર બનાવવા માટે મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થતા તેમા ડુંગળી ઉમેરીને સાંતળી લો. હવે તેમા આદુ અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યાર બાદ તેમા લીલા મરચા, ટામેટા, મેથી અને એક ચમચી મીઠું મિક્સ કરીને ઢાંકીને 2-3 મિનિટ માટે ચઢવા દો. ત્યાર પછી આંચ બંધ કરી દો અને ડુંગળી, ટામેટા, મેથીના મિશ્રણને ઠંડુ કરીને મિકસરમાં પીસી લો. હવે અન્ય એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમા તૈયાર ગ્રેવી, લાલ મરચું, ગરમ મસાલો, હળદર અને ધાણાજીરૂ ઉમેરીને 3-4 મિનિટ સાંતળી લો. હવે ગ્રેવીમાંથી તેલ છુટુ પડે એટલે તેમા પાણી અને ક્રીમ ઉમેરીને 5 મિનિટ સુધી ચઢવા દો. ત્યાર પછી તેમા પનીરના ટૂકડા ઉમેરીને બે મિનિટ ચડી ગયા બાદ આંચ બંધ કરી લો. તૈયાર છે લસણ વાળું મેથી પનીરનું શાક, તેને ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન