Food make makhan mishri prasad recipe janmastmi
  • Home
  • Featured
  • આ રીતે ઘરે જ સહેલાઇથી બનાવો માખણ મિશ્રીનો પ્રસાદ

આ રીતે ઘરે જ સહેલાઇથી બનાવો માખણ મિશ્રીનો પ્રસાદ

 | 5:46 pm IST

જન્માષ્ટમીના દિવસે દરેક લોકોના ઘરે અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. તો નટખટ કાનુડાને માખણ ચોર કહેવામાં આવે છે આ વાત દરેક લોકો જાણે છે કે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી ખૂબ પસંદ છે. તો તમે આ જન્માષ્ટમીએ ઘરે જ બનાવો માખણ મિશ્રીનો પ્રસાદ..

સામગ્રી
1 કિલો – દહીં
250 ગ્રામ – ખાંડ
1 મોટી ચમચી – પિસ્તાની કતરણ
2-3 કપ – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં દહીં ઉમેરો. હવે તેને બ્લેન્ડરની મદદથી ફેંટી લો. તેમાથી નીકળતું માખણને એક અલગ બાઉલમાં લઇ લો. દહીંમાંથી માખણ નીકાળતા સમયે તેમા થોડૂં-થોડૂંક પાણી ઉમેરતા રહો. જેથી માખણ સહેલાઇથી નીકળી જશે. જ્યારે દહીંમાંથી પૂરતા પ્રમાણમાં માખણ નીકળી જાય એટલે આ પ્રક્રિયા બંધ કરી દો. હવે આ માખણમાં ખાંડ અને પિસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે ભગવાન કૃષ્ણનો પ્રસાદ માખણ મિશ્રી,,