Food make masaledar raw banana kofta curry
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • મસાલેદાર કાચા કેળાની કોફતા કરી આ રીતે બનાવો

મસાલેદાર કાચા કેળાની કોફતા કરી આ રીતે બનાવો

 | 1:13 pm IST

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે સિવાય કેળાનો ઉપયોગ સુંદરતા માટે પણ કરવામાં આવે છે તો આજે અમે તમારા માટે કાચા કેળાની એક રેસિપી લઇને આવ્યા છીએ. તમે કોફતા કરી તો અનેક વખત ટ્રાય કરી હશે. પરંતુ શુ ક્યારેય તમે કાચા કેળાની કોફતા કરી ટ્રાય કરી છે જો ના તો જોઇએ કેવી રીતે બનાવાય કાચા કેળાની કોફતા કરી.

સામગ્રી
(કોફતા બનાવવા માટે)
4 નંગ – કાચા કેળા (અધકચરા બાફેલા)
1 બાઉલ – ચણાનો લોટ
1 ચમચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું
તરવા માટે – તેલ
( કરી માટે)
1 ચમચી – જીરૂ
1 નંગ – ડુંગળી(સમારેલી)
7-8 કળી – લસણ
1 ટૂકડો – આદુ
2 નંગ – લીલા મરચાં
1 મોટી ચમચી – ટામેટાની પ્યોરી
1/2 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠુ
1 ચમચી – જીરા પાઉડર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – ગરમ મસાલો
જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચમાં એક પેનમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય ત્યાં સુધી એક વાસણમાં કાચા કેળાને મશળી લો. હવે તેમા ચણાનો લોટ, મીઠું અને લાલ મરચુ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણથી કોફતા તૈયાર કરી લો. તેલ ગરમ થાય એટલે તૈયાર કોફતાને આછા બ્રાઉન રંગના તરીને પ્લેટમાં નીકાળી લો. હવે ડુંગળી, આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા જીરૂ ઉમેરો. ત્યાર પછી તેમા ડુંગળીની તૈયાર પેસ્ટ ઉમેરીને સાંતળી લો. હવે તેમા હળદર, મીઠું, જીરા પાઉડર અને લાલ મરચું ઉમેરી લો. જ્યારે મસાલામાંથી તેલ છુટુ પડે એટલે તેમા ટામેટાની પ્યોરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા પાણી ઉમેરીને ગ્રેવીને ઉકળવા દો. હવે જેવો તેમા ઉકળો આવે એટલે તેમા તૈયાર કોફતા ઉમેરીને ઢાંકી દો. જ્યારે ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે કાચા કેળાની કોફતા કરી. જેને મલાઇ તેમજ કોથમીરની ગાર્નિશ કરી શકો છો. જેને તમે રોટલી અને રાઇસ સાથે સર્વ કરી શકો છો.