Food make panjari prasad janmashtmi
  • Home
  • Featured
  • જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ધરાવો પંજરીનો પ્રસાદ

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ધરાવો પંજરીનો પ્રસાદ

 | 11:37 am IST

આવતી કાલ જન્માષ્ટમી છે. તો આ દિવસની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે આખો દિવસ લોકો ઉપવાસ કરે છે. તેમજ આ દિવસે ફરાળ કરે છે. તો જન્માષ્ટમીના દિવસે અમે તમારા માટે પ્રસાદની રેસીપી લઇને આવ્યા છીએ. આ દિવસે ભગવાન કૃષ્ણને પ્રિય એવી પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે ઘરે પંજરીનો પ્રસાદ બનાવાય..

સામગ્રી
100 ગ્રામ – સૂકા ધાણાના પાવડર
50 ગ્રામ – બુરુ ખાંડ
100 ગ્રામ – કોપરાનુ છીણ
4-5 નંગ – વાટેલી ઈલાયચી
50 ગ્રામ – સૂકા મેવા વાટેલા

બનાવવાની રીત
સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમાં ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમાં કોપરુ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમાં વાટેલી ઈલાયચી અને મેવાની કતરણ નાખી મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે પંજરીનો પ્રસાદ…