food-make-potato-chevdo-fasting recipe
  • Home
  • Featured
  • બજારમાંથી નહીં, હવે ઘરે જ બનાવો બટેટાનો ચેવડો

બજારમાંથી નહીં, હવે ઘરે જ બનાવો બટેટાનો ચેવડો

 | 11:56 am IST

ખાસ કરીને શ્રાવણ મહિનામાં આખો મહિનો લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં તમે ફરાળી ખાવાનું તો ઘરે બનાવતા હશો. તો શુ આખો દિવસ ઓફિસમાં કે ઘરે ભૂખ લાગે તો તમે બજારમાંથી મળતા પેકિંગ કરેલા ચેવડો ખાઇ લો છો. પરંતુ આ ચેવડો કેટલા દિવસનો પેક હોય તે આપણાને ખૂબર હોતી નથી. તો આજે અમે તમારા માટે ફરાળી ચેવડાની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ફરાળી બટેટાનો ચેવડો.

સામગ્રી
2-3 નંગ – બટેટા
2-3 નંગ – અધકચરા સમારેલા મરચાં
2 નાની ચમચી – પીસેલી ખાંડ
સ્વાદાનુસાર – મીઠું
તળવા માટે – તેલ
1 બાઉલ – સીંગદાણા

બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટાને છોલીને છીણી લો હવે એક બાઉલમાં પાણી લઇને તેમા આ બટેટાની છીણને 5 મિનિટ રાખી મૂકો. હવે પાણીમાં બટેટાની છીણ નીકાળી લો અને બટેટાને એક પ્લેટમાં ફેલાઇ લો. ત્યાર પછી તેને પેપર ટાવલથી સૂકવી દો. હવે એક કઢાઇમાં જરૂરિયાત મુજબ તેલ ગરમ કરી લો. હવે તેમા તૈયાર છીણેલા બટેટાને તેલમાં તળી લો. તેને એબ્સોરબેન્ટ પેપર પર રાખો. જેથી તેલ શોષી લે. હવે ગરમ તેલમાં સીંગદાણા અને મરચા પણ તળી લો. હવે અન્ય મોટો બાઉલ લો અને તેમા તળેલી બટેટાની છીણ, સીંગદાણા, મરચા, પીસેલી ખાંડ અને સ્વાદાનુસાર સિંધાલૂણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે બટેટાનો ચેવડો.. જેને ઠંડો કરીને તમે ઇચ્છો ત્યારે ખાઇ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન