કુકરમાં આ રીતે બનાવો રાજસ્થાની 'બાટી' - Sandesh
  • Home
  • Food & Travel
  • કુકરમાં આ રીતે બનાવો રાજસ્થાની ‘બાટી’

કુકરમાં આ રીતે બનાવો રાજસ્થાની ‘બાટી’

 | 6:56 pm IST

દાળ-બાટીનું નામ આવે એટલે તરત રાજસ્થાનની યાદ આવી જાય. બાટી આખા રાજસ્થાનમાં સૌથી ફેવરિટ વાનગી છે. દાળની સાથે તેનો સ્વાદ ટેસ્ટી હોય છે. બાટી બનાવવા માટે ઘણા લોકો તેને છાણામાં શેકીને બનાવ છે તો ઘણા લોકો ઓવનમાં પણ બનાવી છે. પરંતુ જો તમારી પાસે ઓવન નથી તો તમે કુકરમાં પણ સ્વાદિષ્ટ બાટી બનાવી શકો છો. આવો જોઇએ કેવી રીતે કુકરમાં બાટી બનાવાય.

સામગ્રી
4 કપ – ઘઉંનો લોટ
1 ચમચી – અજમો
2 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
લોટ બાંધવા માટે – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં લોટ, અજમો, તેલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા ધીમે- ધીમે પાણી ઉમેરી લોટ બાંધી લો. હવે હળવી આંચ પર કુકર ગરમ કરવા મૂકો. હવે કુકરમાં થોડૂક ઘી કે તેલ ઉમેરો. હવે લોટની બાટી બનાવી લો.હવે આ દરેક બાટીને કુકરમાં બરાબર ગોઠવીને મૂકી દો. હવે કુકરમાંથી સીટી નીકાળી દો. વચ્ચે – વચ્ચે બાટીને ફેરવતા રહો. અને તે બાદ ઢાંકણું બંધ કરી દો. ઢાંકણમાંથી સીટી નીકાળી દો. બાટી બનતા 20-25 મીનિટ લાગી શકે છે.તૈયાર છે સ્વાદિષ્ટ બાટી.. બાટીને તમને દાળ સાથે સર્વ કરી શકો છો. બાટીની ઉપર તમે ચોખ્ખું ઘી ઉમેરી શકો છો. જેથી તેના સ્વાદ બમણો થશે.