Food make rava laddu recipe
  • Home
  • Featured
  • સાદા નહીં, હવે ઘરે સહેલાઇથી બનાવો રવાના લાડું

સાદા નહીં, હવે ઘરે સહેલાઇથી બનાવો રવાના લાડું

 | 2:48 pm IST

ખાસ કરીને તમે રોજ ઘરે અવનવી વાનગીઓ બનાવતા રહો છો. તો આજે અમે તમારા માટે સ્વીટ વાનગી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. તો ખાસ કરીને શ્રાવણ મહિનામાં લોકો અવનવી વાનગીઓ બનાવે છે, તો ચાલો જોઇએ કેવીરીતે બનાવાય રવાના લાડું. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી
500 ગ્રામ – રવો
500 ગ્રામ – ઘી
400 ગ્રામ – બુરૂખાંડ
25 ગ્રામ – કિશમિશ
25 ગ્રામ – ચારોળી
1 ચમચી – ઇલાયચી પાઉડર
જરૂરિયાત મુજબ – નવશેકુ પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ રવાને ચાળી લો અને તેમા 2-3 ચમચી મોણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે રવામાં નવશેકુ પાણી ઉમેરીને ગૂંથી લો. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી લો. હવે ગૂંથેલા આટાની મોટા મોટા મૂઠિયા બનાવીને ધીમી આંચ પર તળી લો. હવે તળેલા મૂઠિયાને હાથથી બારીક મશળીને તેનો રવો તૈયાર કરીને ચારણી વડે ચાળી લો. હવે દરેક મુઠિયાને રવો તૈયાર થઇ જાય એટલે તેમને ઠંડુ થવા રાખી દો. હવે રવામાં બૂરૂ ખાંડ, ઇલાયચી પાઉડર અને ચારોળી મિક્સ કરી લો. હવે જરૂરિયાત મુજબ ઘી મિક્સ કરો. જેથી તેનાથી સહેલાઇથી લાડુ બનાવી શકાય. હવે લાડુ બનાવશે સમયે તેમા ઉપરથી કિશમિશ તેમજ બદામની કતરણ લગાવી શકો છો. તૈયાર છે રવાના લાડું.