Food make restaurant style masala papad recipe
  • Home
  • Featured
  • રેસ્ટોરન્ટના મસાલા પાપડ ભૂલી જશો, આ રીતે બનાવો ઘરે

રેસ્ટોરન્ટના મસાલા પાપડ ભૂલી જશો, આ રીતે બનાવો ઘરે

 | 11:33 am IST

આપણે ખાસ કરીને ઘરે સાદા પાપડ ખાઇએ છીએ. જ્યારે રેસ્ટોરન્ટમાં મળતા મસાલા પાપડ જોવામાં અને ખાવામાં શાનદાર હોય છે. પરંતું શુ તમને ખૂબર છે કે આ મસાલા પાપડ તમે પણ ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આજે અમે તમારા માટે બિલકુલ નવી રેસીપી લઇને આવ્યા છીએ. જે તમને એક નવો ટેસ્ટ આપશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચટાકેદાર મસાલા પાપડ..

સામગ્રી
4 નંગ – પાપડ
2 નંગ – ડુંગળી
2 નંગ – ટામેટા
1 બાઉલ – કોથમીર
2 ચમચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ મસાલા પાપડ બનવવા માટે મસાલો તૈયાર કરો. મસાલો બનાવવા માટે ડુંગળી, ટામેટા અને કોથમીરને ઝીણા સમારીને એક બાઉલમાં મિક્સ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમા પાપડને આછા બ્રાઉન રંગના તળી લો. હવે તળેલા પાપડને પ્લેટમાં રાખો. ત્યાર પછી પાપડ પર ઝીણા સમારેલા ડુંગલી, ટામેટા અને કોથમીર સ્પ્રેડ કરી લો. હવે તેની ઉપરથી લાલ મરચું અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો.. તૈયાર છે રેસ્ટોરન્ટ જેવા મસાલા પાપડ..