Food make shravan rajagara floor thepla
  • Home
  • Featured
  • ખાવાના શોખીન લોકો ઉપવાસમાં ઘરે જ બનાવો રાજગરાના થેપલા

ખાવાના શોખીન લોકો ઉપવાસમાં ઘરે જ બનાવો રાજગરાના થેપલા

 | 11:08 am IST

શ્રાવણ મહીનો ચાલી રહ્યો છે જ્યારે લોકો પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવતા હોય છે. તો આજે અમે તમારા માટે વધું એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં સહેલા હોય છે. તો તમે અનેક પ્રકારના થેપલા ટ્રાય કર્યા હશે પરંતુ શુ તમે ક્યારેય રાજગરાના લોટના થેપલા ટ્રાય કર્યા છે. જો ના તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય રાજગરાના લોટના થેપલા..

સામગ્રી
1 કપ – રાજગરાનો લોટ
1 ચમચી – તેલ
1/2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – તલ
1/2 ચમચી – લીલા મરચાં
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત
સૌપ્રથમ રાજગરાના લોટમાં તેલ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ બાકીના બધાં જ મસાલા નાખીને નરમ લોટ બાંધી લો. તૈયાર થયેલા લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાંથી નાના-નાના લુઆ લઈને થેપલા વણી લો. નોનસ્ટિક તવી પર તેલ લગાવીને બંને બાજુથી આછા બ્રાઉન રંગના થાય એ રીતે શેકી લો. ગરમા-ગરમ થેપલાંને દહીં સાથે સર્વ કરો.