Food make soji laddu recipe ganesha Festival
  • Home
  • Featured
  • સોજીના લાડું ઘરે જ બનાવીને ગણેશજીને ચઢાવો પ્રસાદ

સોજીના લાડું ઘરે જ બનાવીને ગણેશજીને ચઢાવો પ્રસાદ

 | 12:38 pm IST

ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો પોત-પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવે છે. જેમાં ખાસ કરીને મિઠાઇ વધારે બનાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે ખાસ સોજીના લાડું બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે પણ ઘરે બનાવીને ભગવાન ગણેશને પ્રસાદ તરીકે ચઢાવી શકો છો. જે બનાવવામાં સહેલા અને ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ સોજીના લાડું..

સામગ્રી
2 કપ – સોજી
10 ચમચી – ઘી
2 કપ – ખાંડ
5 ચમચી – કાજૂ
2 ચમચી – કિશમિશ
8-10 નંગ – ઇલાયચી

બનાવવાની રીત
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી ઘી ગરમ કરી લો. ત્યાર પછી તેમા સોજી ઉમેરી લો અને તેના આછા બ્રાઉન રંગની શેકી લો. હવે શેકેલી સોજીને બહાર નીકાળી લો. પેનમાં એક ચમચી ઘી ઉમેરીને તેમા કાજૂ અને કિશમિશ ઉમેરીને આછા બ્રાઉન રંગના શેકી લો. હવે ઠંડી થયેલી સોજી, કાજૂ અને કિશમશ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેની સાથે તેમાં ખાંડ ઉમેરો. ત્યાર પછી તેમા ઇલાયચી પીસીને તેના બીજ ઉમેરી લો. હવે આ દરેક મિશ્રણને બરાબર મિક્સ કરી લો. હવે તેમા ગરમ કરેલું ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારપછી આ મિશ્રણને હાથમાં લઇને તેના લાડું બનાવી લો. તૈયાર છે સોજીના લાડું.. સોજીના લાડુંને તમે કાજૂ અને કિશમિશથી ગાર્નિશ કરી શકો છો.