Food make south indian Rava dhosa Recipe
  • Home
  • Featured
  • સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન સાદા નહીં, હવે બનાવો રવા ઢોંસા

સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન સાદા નહીં, હવે બનાવો રવા ઢોંસા

 | 5:21 pm IST

સાઉથ ઇન્ડિયન ખાવાનાનું નામ આવે એટલે દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને ઘણા લોકો ઢોંસા ખાવાના શોખીન હોય છે, તો આજે અમે તમારા માટે ઢોંસાની રેસીપી લઇને આવ્યા છીએ તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય રવા ઢોંસા.. તે બનાવવામાં સહેલા અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી

1 કપ – રવો
1 કપ – ચોખાનો લોટ
1/2 કપ – મેંદાનો લોટ
1/4 કપ – છાશ
1 કપ – ઝીણું કાપેલ મરચું
1/4 ચમચી મરી
4-5 નંગ – કઢી પત્તાં
2 મોટી ચમચી – તેલ
સમારેલી કોથમીર
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ રવાને છાશમાં ભેળવો અને ૧ કપ પાણી ઉમેરો અને 15-30 મિનિટ સુધી રહેવા દો. એક બાઉલમાં ચોખાનો લોટ, મેંદા, મરી, મીઠું, આદું, ઝીણા કાપેલ ધાણા અને અને રવો ઉમેરો. હવે ધીમે ધીમે તેમાં પાણી ભેળવો અને સતત હલાવતા રહો જેથી તેમાં કોઈ ગઠ્ઠા ન બને અને મોટા મોટા ટુકડા ન રહે. ત્યાર પછી એક નોન સ્ટિક તવા ગરમ કરો. હવે તેની પર કડછીની મદદથી તૈયાર ખીરૂ ઉમેરો. તેને સાદા ઢોસાની જેમ ફેરવો. ખૂણા પર અને ઢોસા પર 2-3 ચમચી તેલ/ઘી મુકો. હવે એક બાજુથી આછા બ્રાઉન રંગનો થાય એટલે બીજી તરફ ફેરવી દો. તૈયાર છે રવા ઢોંસા. જેને તમે સંભાર કે નારિયેળ ચટણી સાથે સર્વ કરી શકો છો.