Food make sweet corn paratha recipe
  • Home
  • Featured
  • સ્વાદિષ્ટ સ્વીટ કોર્ન પરાઠા આ રીતે બનાવો ઘરે

સ્વાદિષ્ટ સ્વીટ કોર્ન પરાઠા આ રીતે બનાવો ઘરે

 | 8:08 pm IST

સ્વીટ કોર્ન તો તમે અનેક રીતે ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય સ્વીટ કોર્ન પરાઠા ટ્રાય કર્યા છે, જો ના તો આજે અમે તમારા માટે સ્વીટ કોર્ન પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વીટ કોર્ન ટેસ્ટી પરાઠા..

સામગ્રી
2 કપ – ઘઉંનો લોટ
1 કપ – બાફેલા સ્વીટ કોર્ન (મકાઇ)
2 નંગ – કેપ્સિકમ સમારેલા
1 નંગ – ડુંગળી સમારેલી
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – ચાટ મસાલો
1/2 ચમચી – ગરમ મસાલો
1/4 કપ – તેલ
સ્વાદાનુસાર – મીઠું
1 ચપટી – હીંગ

બનાવવાની રીત
સૌ પ્રથમ લોટમાં મીઠું અને તે મિક્સ કરી લો. ત્યાર પછી તેમા પાણી મિક્સ કરીને તેનો લોટ બાંદી લો હવે તેને ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક રાખી મૂકો. હવે બાફેલા મકાઇના દાણને બારીક પીસી લો. તે બાદ એક કઢાઇમાં એક ચમચી તેલ ઉમેરીને તેલ ગરમ કરી લો. ત્યાર પછી તેમા હીંગ અને જીરૂ ઉમેરીને સાંતળી લો. હવે તેમા સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી લો. તે પછી તેમા પીસેલા મકાઇના દાણા ઉમેરો. તેને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તેમાંથી પાણી બળી ન જાય. હવે તેમા ચાટ મસાલો, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. તૈયાર લોટના લૂઆ બનાવીને તેને રોટલીની જેમ વણી લો ત્યાર પછી તેમા તૈયાર મકાઇનું સ્ટફિંગ ભરી લો. હવે તેને બંધ કરીને ફરીથી વણી લો. ત્યાર પછી એક પેન ગરમ કરી લો તેમ ઉપરથી તેલ ઉમેરો અને તૈયાર પરાઠાને બન્ને બાજુથી આછા બ્રાઉન રંગના શેકી લો. તૈયાર છે ગરમા ગરમ કોર્ન પરાઠા. જેને તમે દહીં, ચટણી કે અથાણા સાથે સર્વ કરી શકો છો.