Food make sweet recipe sonpapdi at home
  • Home
  • Featured
  • ગળ્યું ખાવાના શોખીન ઘરે જ બનાવો ટેસ્ટી સોનપાપડી

ગળ્યું ખાવાના શોખીન ઘરે જ બનાવો ટેસ્ટી સોનપાપડી

 | 4:23 pm IST

સોનપાપડી દરેક લોકોને ખાવામાં ખૂબ સારી લાગે છે. પરંતુ કોઇ તેને ઘરે બનાવવાનો ટ્રાય કરતું નથી. કારણકે તેને બનાવવી મુશ્કેલ હોય છે. તમારી મુશ્કેલીને અમે સહેલી કરીને તમારા માટે આ રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ સહેલાઇથી કેવી રીતે બનાવી શકાય ટેસ્ટી સોન પાપડી. જે બાળકો ને ખૂબ પસંદ આવશે.

સામગ્રી
2 કપ – ખાંડ
1 કપ – મેંદો
1 કપ – ચણાનો લોટ
1.5 કપ – ઘી
2 ચમચી – દૂધ
1.5 કપ – પાણી
1 ચમચી – ઇલાયચી પાઉડર
3 મોટી ચમચી – પિસ્તા (સમારેલા)

બનાવવાની રીત
સૌ પ્રથમ સોન પાપડી બનાવવા માટે મીડિયમ આંચમાં એક પેનમાં ઘી ગરમ કરી લો અને તેમા મેદો અને ચણાનો લોટ મિક્સ કરીને આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી લોટને શેકી લો. હવે ગેસ બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દો. હવે મીડિયમ આંચમાં એક બીજી પેનમાં દૂધ , પાણી અને ખાંડ મિક્સ કરીને ચાસણી બનાવી લો. તેને ઉકાળી 2 તારની ચાસણી બને તેમ ઉકાળો. હવે ચાસણી શેકેલા લોટમાં ઉમેરીને 10 મિનિટ સુધી બરાબર ગૂંદી લો. ત્યાર પછી એક થાળી પર થોડૂંક ઘી લગાવો અને આ મિશ્રણમાં સમાન રીતે થાળીમાં ફેલાવી દો. તેની ઉપરથી બદામ-પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને કટ કરીને સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ સોનપાપડી..