food make tasty and crispy gujarati diwali special cholafali recipe
  • Home
  • Diwali - 2019
  • ચપટી વગાડતા જ બની જશે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચોળાફળી, દિવાળીની સ્પેશ્યિલ વાનગી

ચપટી વગાડતા જ બની જશે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચોળાફળી, દિવાળીની સ્પેશ્યિલ વાનગી

 | 11:31 am IST

ખાસ કરીને લોકોને જ્યારે પણ ભૂખ લાગે તો પહેલા ચોળાફળી યાદ આવે છે અને નાસ્તામાં ચોળાફળી મંગાવે છે.મોટાભાગે ચોળાફળી આપણે દિવાળીમાં જ બનાવતાં હોઈએ છીએ પરંતુ આખા પરિવારને ભાવતી હોવાથી તમે તેને ગમે તે સમયે બનાવીને પરિવારને ખુશ કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચોળાફળી..

સામગ્રી

2 બાઉલ – ચણાનો લોટ
1 બાઉલ – મગનો લોટ
1 બાઉલ – અડદનો લોટ
1 ચપટી – સાજીના ફુલ
સ્વાદાનુસાર – મીઠું
તળવા માટે – તેલ
મસાલા માટે – મરચું અને સંચળ

બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા વાસણમાં બધા જ લોટ ચાળી લો અને સરખી રીતે હલાવી લો. ત્યાર પછી તેમાં મીઠુ અને સાજીના ફૂલ ઉમેરીને તેનો કડક લોટ બાંધો. લોટને તેલવાળા હાથ કરી બરાબર ગૂંથી લો. હવે તેના લુઆ બનાવો અને તેને રોટલીની જેમ વણી લો. તેને વણવા માટે જરૂર પડે અટામણ લઈ શકાય છે. આ રોટલી થોડી સુકાઈ જાય પછી તેમાં ઊભા કાપા પાડી અને ગરમ તેલમાં તળી લો. ચોળાફળી થોડી ગરમ હોય ત્યારે જ તેના પર મરચું અને સંચળ ભભરાવો અને એર ટાઈટ ડબ્બામાં ભરી દો. તૈયાર છે ગરમા ગરમ ચોળાફળી. જેને તમે કઢી સાથે સર્વ કરી શકો છો.

આ પણ જુઓ : રાજ્યના કેબિનેટ મંત્રી રોગચાળાના ભરડામાં

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન